આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૫૩
 

લોકવાર્તાનું સાહિત્ય ૧. લોકવાર્તાઓ ૨. લોકગીતો ૩. લોકરૂઢિઓ ૪. લોકરમતો ૫. લોકકહેવતો ૬. લોકવહેમો અથવા લોકમાન્યતાઓ ૨૫૩ આમાં લોકવાર્તા અને લોકગીતો લોકસાહિત્યનાં મહત્ત્વનાં અંગો છે, કારણકે એમાં લોકજીવનનું સાચું પ્રતિબિંબ છે એટલું જ નહિ પણ લોકજીવનની ખરી તર છે. લોકવાર્તાઓ આપણને જ્યાં જ્યાં લોકસાહિત્ય મળી શકે છે તે તે સર્વ સ્થળે મળી શકે છે. લોકવાર્તાના અનેક પ્રકાર છે. લોકજીવનની સ્થિતિ સ્થિતિનાં ચિત્રોથી ભરપૂર અનેક લોકવાર્તાઓ આપણે એકઠી કરી શકીએ. લોકજીવનના જુદા જુદા વખતના અભિલાપોને પોષે તેવી વિવિધ પ્રકારની વાર્તાના અસ્તિત્વમાં જ લોકજીવનની ખૂબી છે. આબાલવૃદ્ધ સૌને માટે લોકવાર્તાના ભંડારમાં વાર્તાઓ છે જ. લોકવાર્તાના અફાટ અને વિશાળ મીઠા જળસમુદાય પાસેથી કોઈક જ તરસ્યો જતો હશે. જેને જેટલી જોઈએ તેટલી વાર્તા એ સરોવરોને કાંઠે પડેલી છે. શું બાળક, શું વૃદ્ધ, શું સ્ત્રી શું પુરુષ, શું રાય શું રંક, શું ગ્રહસ્થ શું સાધુ, શું વેશ્યા શું કુલાંગના, હરેક વ્યક્તિ લોકવાર્તાને મન સરખી છે, હરેક વ્યક્તિને મનગમતી વાર્તા તૈયાર જ છે. હાસ્યવિનોદીને હાસ્યપ્રચૂર વાર્તા જડે છે તો ગંભીર તત્ત્વવેત્તાને પણ એને ગમે તેવી વાર્તા નથી મળતી એમ નથી. આવી વાર્તાઓના પ્રકાર નીચે પ્રમાણે ગણાવી શકાય :-