આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૫૮
 

૨૫૮ વાર્તાનું શાસ્ત્ર-૨ (૧૦) પ્રેમકથાઓ ગુજરાતી ભાષાને પ્રેમકથાઓ તો કાઠિયાવાડે જ આપી છે. દુનિયાના સાહિત્યમાં આ પ્રેમકથાઓ અદ્વિતીય છે. સદેવંત સાળંગા અને હલામણ જેઠવો પ્રેમની અદ્ભુત કથાઓ છે. પણ એવી એકબે કથાઓ જ કાઠિયાવાડના લોકસાહિત્યમાં નથી; એવી તો અનેક વાતો છે. કઈ વાર્તાને માન આપવું અને કઈનું અપમાન કરવું એ જ સવાલ છે. શ્રી કહાનજી ધર્મસિંહે કાઠિયાવાડી સાહિત્યનાં બે પુસ્તકો બહાર પાડી એ પ્રેમશૌર્યઅંકિત સાહિત્યની વાનગી ચખાડી છે. કાઠિયાવાડી જવાહિરમાં પણ કાઠિયાવાડની અમૂલ્ય વાર્તાની કણિકાઓ વેરેલી છે. છેલ્લી બહાર પડેલી કાઠિયાવાડની જૂની વાર્તાઓ' એ જ સાહિત્યનો મીઠો રસ આપણને ચખાડી રહેલી છે. શ્રી. ધીરસિંહ ગોહિલે આપણને આ અદ્ભુત સાહિત્યની ઠીક ઠીક ઓળખાણ કરાવી છે. એમનામાં નવલકથાકારને બદલે લોકસાહિત્યરસિકની દૃષ્ટિ હોત તો એમનું કામ વધારે દીપી નીકળત. કાઠિયાવાડ એટલે આજનો કાઠિયાવાડ નહિ; રેલવેથી જકડાયેલો કાઠિયાવાડ નહિ. કાઠિયાવાડ એટલે આજના આપણા જેવા વીર્યરહિત જનોનો કાઠિયાવાડ નહિ. એ કાઠિયાવાડ તો આવી કથાઓમાં છે. એ કાઠિયાવાડ વાઘેરોનાં કે મૂળમાણેક અને બાવાવાળાનાં પરાક્રમોમાં અને શેણી ને ઊજળી ના પ્રેમપ્રવાહમાં છે. કાઠિયાવાડનો ઈતિહાસ આપણે હજી હવે જાણવાનો છે. (૧૧) ભક્તોની વાતો ભક્તોની વાતો ઐતિહાસિક હોવા છતાં તેમાં એવી ચમત્કૃતિઓની ગૂંથણી થયેલી છે કે આ વાર્તાઓ અત્યારે લોકવાર્તાઓના રૂપને જ પામી ગઈ છે. આવી વાર્તાઓનો એક