આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૦
 

વાર્તાનું શાસ્ત્ર-૧ વખતસર આપવાની કળા પ્રાપ્ત થયેલી છે તેઓ તો સમજી શકે છે કે જીવનમાં ભાષાજ્ઞાનની પણ એક ઋતુ આવે છે, ને એ જ ઋતુમાં જો કોઈ કુશળ મનુષ્ય ભાષાના ખાતરને સમયાનુસાર અને આવશ્યકતા પ્રમાણે આપ્યું જાય તો નિઃસંદેહ ભાષાવૃક્ષ ઘણું જ ફાલેલે. સામાન્ય રીતે બધા માણસો બાળકોના ભાષાવિકાસના ક્રમને અનુસરી શકે નહિ; એટલી ફુરસદ, એટલો આગ્રહ, અને એટલી આવડત બધા શિક્ષકોમાં હોય પણ નહિ. વળી કયે વખતે કઈ ભાષા આપવી તેનો વિવેક કરવો એ તો અતિ કઠિન વસ્તુ છે. આવી સ્થિતિમાં વાર્તાકથન ભારે સુંદર કામ કરે છે. જુદી જુદી કક્ષાએ ઊભેલાં જુદી જુદી જાતનાં બાળકોને જુદી જુદી જાતની ભાષાની એટલે નવા નવા ભાષાપ્રયોગો અને શબ્દસામર્થ્યના પરિચયની જરૂર પડે છે. જો વાર્તા યોગ્ય ભાષામાં કહેવામાં આવે તો સાંભળનારાંઓ એમને પોતાને જોઈતી ભાષા તુરત જ પકડી લે. કયું બાળક કયો ભાષાપ્રયોગ પકડે છે એ જ્યાં વાર્તા સમૂહગત થતી હોય ત્યાં જાણી ન શકીએ; પણ જ્યાં વાર્તા વ્યક્તિગત અથવા થોડી વ્યક્તિઓને કહેવાતી હોય ત્યાં તો કહેનારનો અનુભવ ચોખ્ખચોખ્ખો છે કે વાર્તાની ભાષા બાળકની ભાષા ઘડવામાં મદદગાર થાય છે ને ભાષાની જરૂરતની પુરવણી કરે છે. આ રીતે ભાષાશિક્ષણની દષ્ટિએ વાર્તાનું કથન ઉપયોગી છે. ૧૦ વાર્તાકથનનો એક બીજો ઉદ્દેશ પણ જોઈએ. વાર્તાઓ લોકસાહિત્યનું અંગ છે. લોહસાહિત્યમાં હંમેશાં પ્રજાની સંસ્કૃતિ વહે છે. એ પ્રજાની સંસ્કૃતિનો સુપરિચય આપણે ભાવિ પ્રજાને કરાવવો હોય તો વાર્તાકથન-શ્રવણને આપણે ટકાવી રાખવું જોઈએ, ને એનો મહિમા આપણે સમજવો જોઈએ.