આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૪૭
 

વાર્તાની પસંદગી ૪૭ ઓછી વ્યવસ્થિત ભાષામાં પણ સુંદરમાં સુંદર વસ્તુ ભરેલી વાર્તા કહીએ એ સારું છે, વાર્તાની કલા, વાર્તાનું વસ્તુ અને વાર્તાની ભાષા, આ ક્રમ આપણે લેવાનો છે. પણ પ્રથમ બે વસ્તુને ભોગે ત્રીજીની સમૃદ્ધિનો કશો અર્થ નથી એમ આપણે દઢપણે માનવાનું છે. છેવટે એટલું જ જણાવવાનું કે વાર્તાનું શ્રવણ એક જાતનો માનસિક ખોરાક છે. જે કાળજી શરીરના ખોરાક માટે આપણે રાખીએ, તે કાળજી મનના ખોરાક માટે આપણે રાખવી જોઈએ. બધી જાતનો ખોરાક હિતાવહ નથી, તેમ બધી જાતની વાર્તાઓ પણ હિતાવહ નથી. માટે જ આપણે વાર્તાની પસંદગીના નિયમો મૂકવા પડે છે. આપણે પ્રત્યેક વાર્તાને પસંદ કરતી વખતે આપણી જાતને નીચેના ત્રણ પ્રશ્નો પૂછીએ : (૧) આ વાર્તા બાળકને આનંદ આપશે ? (૨) આ વાર્તા ભાષાની દૃષ્ટિએ યોગ્ય છે ? (૩) આ વાર્તા હિતાવહ છે ? એટલે કે પ્રસ્તુત વાર્તાના શ્રવણથી બાળકના જીવનને નિર્દોષ અને તંદુરસ્ત માર્ગ મળશે ? એક અમેરિકન બાનુના શબ્દોમાં આ ત્રીજો સવાલ આવી રીતે મૂકાયેલો છે : "Will what it adds to his life be for his good? Is its underlying ideas true, does it present sound standards, if its spirit fine, its atmosphere healthy ?" આ ત્રણ જાતની પરીક્ષામાં જે પસાર થાય તે જ વાર્તા સ્વીકારવાની ઢબ રાખવામાં આવે તો વાર્તાની પસંદગીમાં થોડી જ ભૂલ ખાવાનું રહે.