આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૬૭
 

વાર્તાઓનો ક્રમ ૭ હવે આ ત્રીજી શ્રેણીમાં કેવી વાર્તાઓ હોવી જોઈએ તે નક્કી કરીએ. બાળકોની આ કૌમારાવસ્થામાં કુમારોની જિજ્ઞાસાઓ- ઈચ્છાઓને પોષે તેવી વાર્તાઓ જરૂર જોઈએ. આવી વાર્તાઓમાં આપણે નીચે લખી વાર્તાઓ ગણાવી શકીએ :- (૧) ઐતિહાસિક વાર્તાઓ. (૨) ઐતિહાસિક દંતકથાઓ. (૩) બહારવટિયાની વાતો. (૪) વી૨૨સ કાવ્યોના સાર - વાર્તારૂપે. આ વખતે મૂળુ માણેક ને જોધા માણેકની વાર્તા બાળકોમાં નવું જીવન રેડે; આ વખતે સાંભળેલાં રામાયણ અને મહાભારત બાળકોનાં મગજમાંથી કદી પણ ભૂંસાય નહિ; આ વખતે સાંભળેલી એભલવાળાની અને મોખડાજીની, જગદેવ પરમાર અને વીરમતીની વાર્તાઓ આજીવન એવી ને એવી જ તાજી રહે. આ વખતે બાળકોની દુનિયા વિશાળ થયેલી હોય છે. તેમણે ગામના ચોરા જોઈ લીધા છે, ગામને સીમાડે ઊભી કરેલી ખાંભીઓ- શૂરવીરોના પાળિયાને તેમણે ગણી નાખેલા છે; છાને ખૂણે માબાપથી બીતાં બીતાં ઘરમાં એકાદ સડેલ તલવારનું કાતું આડીમાં સડતું હોય છે તે કાઢી જોયું છે. આ વખતે તેમને આવી વાર્તામાં ભારે રસ જામે છે. નાનપણમાં મેં એક ગઢવીની શૂરાતનની વાર્તા સાંભળેલી. એ વાર્તાની બીજી હકીકતો તો ભૂલી ગયો છું, પણ ગઢવીએ એક રજપૂત સવાર ઘોડા ઉપર બેસી ખરે બપોરે ડુંગરોની ગાળી વચ્ચે થઈને એકલો ચાલ્યો જતો હતો તેનું વર્ણન કરેલું, તે હજી આબાદ મારી સ્મૃતિમાં એવું ને એવું જ છે. તેણે ખોંખારો મારીને કહેલું : હૈં કે પરવતની મૂછે મૂછો લાગી રહી છે, ને ઉપરથી આગ વરસી રહી છે, ને રાજપૂતર પોતાનો