અક્ષરના વાસી વહાલો
પ્રેમાનંદ સ્વામી


અક્ષરના વાસી વહાલો

અક્ષરના વાસી વહાલો, આવ્યા અવનન પર,
નવખંડ ધરતીમાં સ્વામી, છતરાયા ચાલે રાજ... અક્ષર ટે ક
અવનન પર આવી વહાલે, સત્સંગ સ્થાપ્યો,
હનરજનોને કોલ, કલ્યાણનો આપ્યો રાજ... અક્ષર ૧
પાંચે વતતમાન પાળે , બાઈઓ ને ભાઈઓ,
હનરજન સંગાથે કીધી, સાચી સગાઈઓ રાજ... અક્ષર ૨
બાઈઓ દે ખીને ભાઈઓ, છેટેરા ચાલે,
પડી વસ્તુ કોઈની, હાથે નવ ઝાલે રાજ... અક્ષર ૩
દે વના દે વ વહાલો, ધામના ધામી,
પ્રગટ પ્રભુનું નામ, સહજાનંદ સ્વામી રાજ... અક્ષર ૪
પ્રેમાનંદના સ્વામી, આનંદકારી,
પોતાના જનની વા'લે, લાજ વધારી રાજ... અક્ષર ૫

અન્ય સંસ્કરણ

ફેરફાર કરો

અક્ષરના વાસી વહાલો, આવ્યા અવનિ પર,
નવખંડ ધરતીમાં સ્વામી, છતરાયા ચાલે રાજ... અક્ષર ટેક

અવનિ પર આવી વહાલે, સત્સંગ સ્થાપ્યો,
હરિજનોને કોલ, કલ્યાણનો આપ્યો રાજ... અક્ષર ૧

પાંચે વર્તમાન પાળે, બાઈઓ ને ભાઈઓ,
હરિજન સંગાથે કીધી, સાચી સગાઈઓ રાજ... અક્ષર ૨

બાઈઓ દેખીને ભાઈઓ, છેટેરા ચાલે,
પડી વસ્તુ કોઈની, હાથે નવ ઝાલે રાજ... અક્ષર ૩

દેવના દેવ વહાલો, ધામના ધામી,
પ્રગટ પ્રભુનું નામ, સહજાનંદ સ્વામી રાજ... અક્ષર ૪

પ્રેમાનંદના સ્વામી, આનંદકારી,
પોતાના જનની વા'લે, લાજ વધારી રાજ... અક્ષર ૫