અબ તો મેરા રામનામ
અબ તો મેરા રામનામ મીરાંબાઈ |
અબ તો મેરા રામનામ દૂસરા ન કોઈ,
માત છાંડ પિતા છાંડ, છાંડી સગાં સોઈ,
સાધુ સંગ બેઠ બેઠ, લોકલાજ ખોઈ. અબતો ૧.
સંત દેખ આઈ, જગત દેખ રોઈ,
પ્રેમ આંસુ ડાર ડાર, અમરવેલ બોઈ. અબતો ૨.
મારગમેં તારણ મિલે, સંત રામ દોઇ,
સંત મેરે શીશ ઉપર, રામ હ્રદય હોઇ. અબતો ૩.
અંતમેંસેં તંત કાહાડ્યો, પીછે રહી સોઈઇ
રાણે ભેજ્યા વિષકા, પ્યાલા, પીકેં મગ્ન હોઇ. અબતો ૪.
અબતો બાત ફેલ ગઈ, જાને સબ કૂ,
દાસી મીરાં લાલ ગિરિધર, હોણ હાર હોઇ. અબતો ૫.
અન્ય સંસ્કરણ
ફેરફાર કરોઅબ તો મેરા રામનામ દૂસરા ન કોઈ,
માતા છોડી પિતા છોડે છોડે સગા ભાઈ,
સાધુ સંગ બેઠબેઠ લોકલાજ ખોઈ. અબ૦
સંત દેખ દોડ આઈ જગત દેખ રોઈ,
પ્રેમ-આંસુ સંગ ડાર ડાર અમરબેલ બોઈ. અબ૦
મારગમેં તારણ મીલે, સંત રામ દોઈ,
સંત પદે શીશ રાખું રામ હ્રદય હોઈ. અબ૦
અંતમેંસેં તંત કાઢ્યો પીછે રહી સોઈ,
રાણે મેલ્યા બિખકા, પીબત મસ્ત હોઈ. અબ૦
અબ તો બાત ફૈલ ગઈ, જાણે સબ કોઈ,
દાસી મીરાં લાલ ગિરિધર, હોની હો સો હોઈ. અબ૦