ઓખાહરણ/કડવું-૨૬
< ઓખાહરણ
← કડવું-૨૫ | ઓખાહરણ કડવું-૨૬ પ્રેમાનંદ |
કડવું-૨૭ → |
કડવું ૨૬મું
ગોર્યમા પાસે માંગણી
રાગ : ધોળ
ગોર્યમા! માંગુ રે, મારા બાપનાં રાજ;
માતા સદાય સોહાગણી (૧).
ગોર્યમા! માગું રે મારા ભાઇનાં રાજ;
ભાભી તે હાથ હુલાવતી. (૨).
ગોર્યમા! માગું રે મારા સસરાનાં રાજ;
સાસુને પ્રજા ઘણી. (૩).
ગોર્યમા! માગુ રે, દિયર જેઠનાં રાજ;
દેરાણી જેઠાણીનાં જોડલાં. (૪).
ગોર્યમા! માગું રે, તમારી પાસ;
અખંડ હેવાતન ઘાટડી. (૫).
ગોર્યમા! માંગું રે, હું તો વારંવાર;
ચાંલ્લો ચૂડોને રાખડી. (૬).
ગોર્યમા! માંગું રે, સરખાં સરખી જોડ;
માથે મનગમતો ધણી. (૭).