ઓખાહરણ/કડવું-૪૮
< ઓખાહરણ
← કડવું-૪૭ | ઓખાહરણ કડવું-૪૮ પ્રેમાનંદ |
કડવું-૪૯ → |
કડવું ૪૮મું
શુકદેવજી ઓખાહરણની કથા કહે છે
રાગ કોદરો
અનિરુદ્ધ વળતો કોપીઓ, ક્યાં ગઈ મારી ગદાય;
બે જણના, મારી કરું કકડાય. (૧)
તમો જાણ્યું અહીંયાં લાવી, કર્યું ભલેરું કામ;
તમને બે જણને મારી, ઊડી જાઉં દ્વારિકા ગામ. (૨)
ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડ;
મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. (૩)