કચ્છમાં અંજાર રૂડાં શહેર
કચ્છમાં અંજાર રૂડાં શહેર અજ્ઞાત |
કચ્છમાં અંજાર રૂડાં શહેર
કચ્છમાં અંજાર રૂડાં શહેર છે હોજી રે ..
ઇયાં જેસલના હોય રંગમોલ રાજ...
હો રાજ, હળવે હાંકો ને તમે ઘોડલાં હો જી રે...
સમરથ સાસુડી જોવે વાટડી હો જી રે,
ઇયાં દેરીડાંના હોય ઝાઝા હેત રાજ,
હો રાજ, હળવે હાંકો ને તમે ઘોડલાં હો જી રે...
સરખી સૈયર લેશું સાથમાં હોજી રે..
રમશું રઢિયાળી આખી રાત રાજ...
હો રાજ, હળવે હાંકો રે તમે ઘોડલાં હો જી રે...
પરદેશી ખારવાની પ્રીતડી હોજી રે...
પળમાં જો જો ના તૂટી જાય રાજ,
હો રાજ, હળવે હાંકો રે તમે ઘોડલાં હો જી રે...
વિશેષ માહિતી
ફેરફાર કરોગુજરાતી ચિત્રપટ "પાતળી પરમાર"માં આ લોકગીત વપરાયું હતું.