કલાપી
નવલરામ ત્રિવેદી
લાઠીના કુમાર →



સૌ. કંકુબાઈ સ્મારક ગ્રંથમાળા -- પુ૦ ૧૬


ક લા પી





લેખક
પ્રો. નવલરામ જગન્નાથ ત્રિવેદી, એમ. એ.









ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ

પ્રકાશક :
જેઠાલાલ જીવાણલાલ ગાંધી

આસિસ્ટન્ટ સેક્રેટરી,

ગુજરાત વર્નાકયુલર સોસાયટી,

ભદ્ર, અમદાવાદ

 








આવૃત્તિ ૧ લી

પ્રત ૨૦૦૦

ઈ.સ ૧૯૪૪

વિ. સં. ૨૦૦૦

 


કીમત ચૌદ આના




મુદ્રક : સુરેશચંદ્ર પટલાલ પરીખ,

ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસ,

સલાપોસ રોડ-અમદાવાદ

 

સૌ. કંકુબાઈ સ્મારક ગ્રંથમાળાનો
ઉપોદ્‌ઘાત

ચ્છના દીવાન રા. બ. રતિલાલ લાલભાઈનાં પત્ની સૌ. કંકુબાઈ ઓગણત્રીસ વર્ષની જુવાન વયે સ્વર્ગવાસી થયાં, તેમના શુભ ગુણના સંભારણામાં મિત્રવર્ગ તરફથી રૂ. ૫૦૦૦) ની રકમ એકઠી કરી, "સૌભાગ્યવતી કંકુબાઈ સ્મારક ફંડ" એવું નામ આપી, તે ફંડ ઈ. સ. ૧૮૮૯માં સોસાયટીના ટ્રસ્ટમાં અમુક શરતોએ સોંપવામાં આવેલું છે. તે શરતોની અન્વયે તે ફંડના વ્યાજમાંથી અમદાવાદની રા. બ. મગનભાઈની કન્યાશાળામાં માસિક રૂ. ૫ ની એક સ્કોલરશિપ તથા એ જ કન્યાશાળામાં વાર્ષિક રૂ. ૨૫)નાં પુસ્તકોનું ઇનામ આપતાં જે રકમ વધે તેમાંથી સ્ત્રી જાતિની કેળવણી પ્રસાર પામે અને સ્ત્રીઓની નીતિ તથા બુદ્ધિની તેમ જ સાંસારિક સુખસંપત્તિની વૃદ્ધિ થાય એવાં ઉપયોગી પુસ્તકો-ભાષાંતર કે સારોદ્ધાર રૂપ કે નવીન–ઇનામ આપી રચાવવામાં આવે છે. તે પ્રમાણે આજ સુધી નીચે મુજબ પુસ્તક “સૌ. કંકુબાઈ સ્મારક ગ્રંથમાળા” ના નામથી સોસાયટીએ પ્રકટ કર્યાં છે:—

પુસ્તક


૧. સ્ત્રી જાતિ વિષે વિવેચન
૨. ગૃહવ્યવસ્થા અને આરોગ્યવિદ્યા
૩. મા અને દીકરી
૪. ઘરમાં વપરાતી ચીજનું રસાયણ
૫. અબળા સજીવન
૬. છોકરાંઓની આરોગ્યતા
૭. સ્ત્રી ગીતસંગ્રહ

લેખક


સં નારાયણ હેમચંદ્ર
ડૉ. ત્રિભોવનદાસ મોતીચંદ
અનુ. હરિપ્રસાદ ડાહ્યાભાઈ છત્રપતિ
નીલકંઠરાય ડાહ્યાભાઈ
અનુ. દેવશંકર મતીરામ વ્યાસ
દોલતરામ કાશીરામ પંડિત
કહાનજી ધર્મસિંહ

કીમત


૦—૮—૦
૦—૧૦—૦
૦—૨૦—૦
૦—૪—૦
૦—૮—૦
૦—૬—૦
૦—૪—૦

૮. સ્ત્રીબોધક સતીછરિત્રો
૯. સંસારમાં સ્ત્રીની પદવી
૧૦. મિસ ફ્લોરેન્સ નાઈટિંગેલનું જીવનચરિત્ર
૧૧. સ્ત્રીઓની પરાધીનતા
૧૨. પદાર્થજ્ઞાન
૧૩. શહેનશાહબાનુ મેરી
૧૪. કરકસર અને ઉદારતા
૧૫. શિક્ષણનું રહસ્ય

સગુણા ભાનુસુખરામ
ડાહ્યાભાઈ લક્ષ્મણ પટેલ
સૌ. શારદાબહેન મહેતા
અનુ. જીવાભાઈ રેવાભાઈ પટેલ
ચમનરાય શિવશંકર વૈષ્ણવ
અનુ. મણિલાલ છબારામ ભટ્ટ
ભવાનીશંકર નરસિંહરામ
અનુ.નવલરામ જગન્નાથ ત્રિવેદી

૦—3—૦
0—૧૦—૦
૦—૪—૦
૦—૮—૦
૦—૧૦—૦
૦—૧૨—૦
૦—૧—૦
૦—૬—૦

પ્રસ્તુત પુસ્તક તે ગ્રંથમાળા ખાતે સોળમું પ્રકાશન છે.

ગુ. વ. સોસાયટી
અમદાવાદ
તા. ૧પ-૨-૧૯૪૪

}

જેઠાલાલ જીવણલાલ ગાંધી
આસિ0 સેક્રેટરી, ગુ૦ વ૦ સોસાયટી

પ્રસ્તાવના

લાપી’નું આ જીવનચરિત્ર કેટલાકને કદાચ ઘણું ટૂંકું લાગશે. પરંતુ કલાપીના જીવન વિશેનાં વિશ્વાસપાત્ર સાધનો અતિશય અલ્પ છે. એક બાબતનો નિર્ણય કરવા માટે પણ ઘણાં સાધનો તપાસવાની અને તેની તુલના કરવાની જરૂર રહે છે. છતાં, આ પુસ્તક લખાઈ રહ્યા પછી કેટલીક વધારે વિગતો પ્રાપ્ત થઈ છે, અને હજુ તેમાં ઉપયોગી ઉમેરો થવાનો સંભવ છે; પણ તે સર્વે, બીજી આવૃત્તિ ઉપર મુલતવી રાખું છું.

'સ્ત્રીજીવન'ના તંત્રી શ્રી. મનુભાઈ જોધાણીએ આ પુસ્તક માટેનાં કેટલાંક અત્યંત ઉપયોગી સાધનો પૂરાં પાડી મને ઉપકૃત કર્યો છે. વળી વઢવાણની સ્ટેટ કાઉન્સિલના મેમ્બર શ્રી. ભોળાનાથભાઈ ઠાકર બી. એ., એલએલ. બી. એ તેમના પિતામહ સ્વ. રા. બ. પ્રાણજીવનભાઈની રોજનીશી મને વાંચવા આપી અને આ પુસ્તક માટે ઉપયોગી માહિતી લેવાના રજા આપી તે માટે હું તેમનો ઋણી થયો છું. ‘આર્યાવર્તનો પ્રવાસ’ એ પ્રકરણમાં આ સાધનનો ખાસ ઉપયોગ કર્યો છે.

‘કલાપી’ના જીવન વિશેનું આ પ્રથમ જ પુસ્તક છે, એટલે તેમાં કેટલીક ખામીઓ રહી જવાનો સંભવ છે. તેમના સમકાલીનો પોતાના અનુભવનો અને અભ્યાસીઓ પોતાના અભ્યાસનો લાભ મને લખી જણાવીને આપશે તો તે સુધારાવધારાના મહત્ત્વના પ્રમાણમાં આની બીજી આવૃત્તિનો પ્રસંગ કદાચ વહેલો પણ આવે.

સરસ્વતી સોસાયટી,
અમદાવાદ-૭
તા. ૫-૨-૪૪

}

નવલરામ ત્રિવેદી

અનુક્રમણિકા

લાઠીના કુમાર
૨. રાજકુમાર કૉલેજમાં ૧૦
૩. આર્યાવર્તનો પ્રવાસ ૧૮
૪. રાજવી કવિનું ગૃહજીવન ૩૫
૫. હૃદયત્રિપુટી ૪૫
૬. મુમુક્ષુ રાજવી ૬૪
૭. 'કલાપી'નું સ્નેહીમંડળ ૭૭
૮. કલાપીની કેકા ૯૦
૯. કલાપીનું વ્યક્તિત્વ ૧૨૩





કલાપી



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.