← ત્હારાં આંસુ કલાપીનો કેકારવ
તે મુખ
કલાપી
એ ચ્હેરો →


તે મુખ

લજ્જાળુ નયનો ઢળતાં કો,
આંખલડી ભીની બનતાં કો,
પ્રેમ તણી વાતો સુણતાં કો,
એ મુખડું નજરે તરવરતું !

એ મુખડું તો કાજળ મ્હારૂં,
સૌ ભાવોનું પ્યાલું પ્યારૂં,
એ વિણ કોને ક્યાં સંભારૂં ?
એ મુખડું નજરે તરવરતું !

૨૯-૩-૧૮૯૭