← ઢાળ ૧લી દીનાનાથની ઢાળો
ઢાળ ૨જી
કેશવલાલ ભટ્ટ
ઢાળ ૩જી →


ઢાળ ૨ જી

અંતર્યામી ક્યાં જશો, નહીં જાવા દૌં હરી રે;
હઠથી રાખીશ, હવે મનમંદિરમાં ધરીરે. એ ટેક.

મોહન તમને ઘણા મનાવું, ઘર મેલીને ન ઘટે જાવું,
નિર્દય આમ ન થાવું, પ્રભુ પદ વીસરી રે. અંતર૦

રીઝવવાની રીત ન જાણું, મનગમતી રીતે વરતાણું;
મન ગભરાણું, બીજી કાશ કરી કરી રે. અંતર૦


જેવો તેવો તો એ તમારો, તજવાથી નહીં આવે આરો;
દીનાનાથ ઉગારો, રખડ્યો પેટ ભરી ભરી રે. અંતર૦

અંધ થયો હું અજ્ઞાનપણેથી, પાસે છે પણ ન જડ્યા તેથી;
કેશવ થાક્યો એથી, ફોકટ ફરી ફરી રે. અંતર૦