પરકમ્મા
ઝવેરચંદ મેઘાણી
ટાંચણનાં પાનાં →



પરકમ્મા








ઝવેરચંદ મેઘાણી

સાચો સુયશ

ભ્યાસ પ્રેમી ગુજરાતને ખોળે મારા જીવન-
ના આદ્ય ધ્યેય સમા લોકસાહિત્યના સંશો-
ધનનો આ નિષ્કર્ષ મૂકું છું. તે પ્રસંગે મારા
મનની ઊંડી વ્યથાભરી એક જ વાત કહી
નાખું છું : યથાશક્તિ મેં મારા એક જ પ્રાંતની
લોકવાણીનું આટલું સંશોધન ને દોહન કર્યું.
મનોરથ તો ગુજરાતભરના જૂના વાણી
પોપડા ઉકેલવાનો હતો : પણ એ તો મનની
મનમાં જ રહી. હવે હું યુનિવર્સિટીના મહા-
લયમાં વિચારનારા હજારો ગુજરાતી જુવાનોને
આ સાદ પાડું છું કે થોડાક તો નીકળો, કોઈક
તો કમ્મર કસો ! પણ રાનીપરજ ને કાળી-
પરજ, આપણા ભીલો ને ધારાળાઓ, આપણી
સવિશાળ રત્નાકરપટ્ટીના કાંઠાળવાસી નાવિકો
અને નાખુદાઓ, તેમની પાસે હજુય સચવાઈ
રહેલી લોકવાણીને વીણી લાવી યુનિવર્સિટી-
ને દ્વારે હાજર કરો. સાચો સુયશ ત્યાં જ
સાંપડશે – આપણને ને આપણી વિદ્યાપીઠને

૧૯૩૯
‘લોકસાહિત્ય’ના નિવેદનમાં
 


ભારતી સાહિત્ય સંઘ લિ.
પો. બૉ. નં. ૯ ૭ ૮ • મું બ ઇ - ૧
પો. બૉ. ન. ૭ ૩ • અ મ દા વા દ

પ ર ક મ્મા




ઝવેરચંદ મેઘાણી






મુખ્ય વિક્રેતા
ભારતી સાહિત્ય સંઘ–લિ૦
પો. બો. નં. ૯૭૮ : મું બ ઇ – ૧
પો. બો. નં. ૭૩ : અ મ દા વા દ – ૬

આવૃત્તિ પહેલી
ફેબ્રુઆરી ૧૯૪૬




પ્રાપ્તિસ્થાન

ભારતી સાહિત્ય સંઘ
પો. બો. નં. ૯૭૮
મુંબઇ-૧

ફૂલછાબ કાર્યાલય
રાણપુર
(B. S. Ry)




કિંમત
અઢી રૂપિયા
[ટ. ખ. ૦-૩-૦]






મુદ્રક અને પ્રકાશક
નાથાલાલ મ. શાહ
સ્વાધીન મુદ્રણાલય
સૌરાષ્ટ્ર રોડ : રાણપુર












અર્પણ
મા રીબા ને



નિવેદન

પુસ્તક લખાયું તેનું શ્રેય ભાઈશ્રી ઉમાશંકરને જાય છે. ‘બુદ્ધિપ્રકાશ’નું સંપાદન પોતાને સોંપાતાં એણે મને લખ્યું કે લોકસાહિત્યના તમારા સંશોધનકાર્યમાંથી કંઇક chips from the workshop (કોઢ્યમાં પડેલાં છોડિયાં) વીણીને બુ. પ્ર. માં આપતા જાઓ. એ સૂચના મળતાં મેં મારી ટાંચણ–પોથીઓનાં પાનાં ઉથલાવવા માંડ્યાં. કટકા બટકા ને કરચો, છોલ અને છોડિયાં, ઝીણી મોટી ખરઝર પાને પાને વણવાપર્યાં પડી રહ્યાં જોયાં. આજ સુધી જે સંગ્રહો આપી ચુક્યો છું તેના ઉપર નવું અજવાળું નાખે તેવી નાની મોટી વિગતો, વાર્તિકો ને ટૂચકા જડી આવ્યા.

તદુપરાંત એક વિચાર ચમક્યો : કે મારી સંશોધન-વાટ પર, મારા રઝળપાટને માર્ગે મને જે જે જીવતાં જનો વાતો કહેનારાં ભેટ્યાં, તેમની ઓળખાણને ગ્રંથસ્થ કરી તેમનું ચિરસ્મરણ પણ કાં ન સંઘરી લઉં.

પરિણામ આ લખાણ. બુ. પ્ર. માં તો એ થોડાં પાનાંનું ત્રમાસિક હોવાને કારણે ન આપી શક્યો પણ ‘ઊર્મિ’ માસિકમાં એની લેખમાળા ‘ટાંચણપોથીનાં પાનાં’ના નામે ચાલુ કરી. ‘ઊર્મિ’ના સંપાદકના સાંઢસામાં જો ન ચંપાયો હોત તો

નફકરાઈમાં લખવાને ટેવાયો ન હોઈને આ બધો કુટારો સાત જનવારે પણ બંદા ન કરત ! આ તો તકદીર બોચી ઝાલીને પાણીમાં ઝીંકે છે તેને જ આભારી છે.

આનો ઘાટ એક આત્મકથા જેવો ઊતર્યો છે. પણ એ લેખકની આત્મકથા નથી (એવી કોઈ છેડતી સાંખી લેવા આત્મજીવન તૈયાર પણ નથી) આ તો છે મારા વિષયની–લોકસાહિત્યની શોધનકથા. ‘ઊર્મિ’ના વાચકોએ, વિદ્વાનો કે સામાન્યોના ભેદ વિના આ વાચનમાં રસ લીધો છે. જનસામાન્યને એમાં ભરપૂર પડેલા કથાપ્રસંગો રસપ્રદ થયા છે, અને અભ્યાસીઓને એમાં પ્રકટ થતી મારી શેાધન-પદ્ધતિની વિગતો થકી આનંદ ઊપજ્યો છે.

આવો લેખનપ્રકાર બીજા કોઈ માણસે ખેડ્યો હોવાનું જાણ્યું નથી. એની અભિનવતા એ એનો ગુણ છે કે દોષ તે તો ખબર નથી. અભિનવતાનું ગુમાન આ આલેખનની પ્રેરણા રૂપ નથી, પણ પચીસેક વર્ષ સુધી જે મારાં પરિભ્રમણોનું ધામ હતું તે ગિરિશૃંગમાલાની ફરતો એક વાર માનસિક ચક્કર લગાવતો જાઉં એ એક જ તરંગને આભારી આ કાર્ય છે.

બોટાદ
૧૨ : ૨ : ’૪૬
ઝવેરચંદ મેઘાણી
 


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.