પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૧૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
સંભાષણ શું થયું?

છતાં પણ એ વ્યવસ્થા તેને રુચતી થઈ નહિ. હવે શું કરવું? એવી તેના મનમાં મહતી ચિન્તા થઈ પડી; “જે રાજાના કુળનો વિધ્વંસ કરવાની જ મેં પ્રતિજ્ઞા કરેલી છે, તેની જ યજ્ઞશાળામાં રહી, તેનું જ અન્ન ખાઈને તેની વિરુદ્ધ કારસ્થાનો કરવાં, એ બહુ જ વિચારવા જેવું છે. વળી યજ્ઞશાળામાં રહેવાથી કોઈ મને ઓળખી કાઢે, એ પણ સ્વાભાવિક છે. રાજસભામાં મેં રાજાને શાપ આપ્યો હતો, એ વાતને પણ કાંઈ હજી ઘણાં વર્ષો થયાં નથી. કદાચિત તે વેળાએ મારી પ્રતિજ્ઞા અને શાપ ઇત્યાદિમાં કોઈએ ધ્યાન આપ્યું નહિ હોય, પણ હાલમાં જો હું અન્ય વેશે પ્રત્યક્ષ રાજમંદિરમાંની યજ્ઞશાળામાં જઈને રહું, તો મને જોતાં જ કોઈના મનમાં શંકા આવી જાય; માટે મારા પોતાના દેહ રક્ષણનો વિચાર કરવો જોઈએ અને જેનો નાશ કરવાનો છે, તેનું જ અન્ન ખાવું ન જોઈએ, એ નીતિનો વિચાર કરતાં પણ રાજમંદિરમાં ન જ રહેવું, એ જ નિશ્ચય વારંવાર નેત્રો સમક્ષ આવીને ઊભો રહે છે.” મનમાં તો ચાણક્યે એવો નિશ્ચય કર્યો; પરંતુ વૃન્દમાલાને શું ઉત્તર આપવું, એ તેને તત્કાળ સૂઝ્યું નહિ. અંતે તેણે તેને એમ જ કહ્યું કે, “અત્યારે હું તારી સાથે આવી શકતો નથી. સંધ્યાકાળે આવીશ. દેવીનાં દર્શન જે તે સમયે થઈ શકશે, તો તેનો લાભ લઈશ અને પ્રાત:કાળે પાછો હું અહીં ચાલ્યો આવીશ. મારે કાંઈ અહીં સદાને માટે રહેવાનું નથી; એટલે ભગવાન કૈલાસનાથના આશ્રયને ત્યાગીને બીજાનો આશ્રય શામાટે લેવો? સાયંસંધ્યા આદિ વિધિ કરીને લગભગ સવાપ્રહર રાત્રિ થતાં હું અહીંથી નીકળીશ અને રાજમંદિરના દ્વારપાસે આવીને ઉભો રહીશ. ત્યાં તું મને મળજે અને જ્યાં લઈ જવાનો હોય ત્યાં મને લઈ જજે.”

વૃન્દમાલાની એવી ધારણા હતી કે. મુરાદેવીની આજ્ઞા સાંભળતાં જ ચાણક્ય ઘણી જ ઉત્સુકતાથી દોડતો દોડતો યજ્ઞશાળામાં રહેવાને આવશે, પરંતુ બ્રાહ્મણે તો સર્વથા તેથી વિરુદ્ધ જ ઉત્તર આપ્યું - એથી તેને ઘણું જ આશ્ચર્ય લાગ્યું. પરંતુ તે તેણે બોલી દેખાડ્યું નહિ, માત્ર “બહુસારું.” એમ કહીને તે ત્યાંથી ચાલતી થઈ ગઈ

વૃન્દમાલા પાછી ગયા પછી તેનો અને મુરાદેવીનો મેલાપ થયો નહિ. અર્થાત્ રાત્રે આર્ય ચાણક્ય આવે, તો તેને યજ્ઞશાળામાં બેસાડી મૂકવો, એ જ પોતાનું કર્તવ્ય છે એમ જાણીને તેણે તે પ્રમાણે કરવાની યોજના કરી રાખી. રાત્રે નિયમિત સમયે ચાણક્ય ત્યાં આવ્યો. તેને યજ્ઞશાળામાં લઈ જઈને તેણે આસન આપીને આદરથી બેસાડ્યો, મુરાદેવીના આગમનની વાટ જોતો ચાણક્ય વિચારમાં લીન થઈ ગયો. વૃન્દમાલાએ કોઈ