પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૧૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
ચાણકયનું કારસ્થાન.

કાર્યો માટે બીજી પરિચારિકાઓની યોજના કરતી હતી. એમ કરવાનાં એનાં અનેક કારણો હતાં. આ કાર્ય સાચું જૂઠું કરવાનું છે એમ કહ્યું હોય તો પહેલાં તો એવા કાર્ય માટે તે હા જ પાડે તેમ નહોતું, અને યદા કદાચિત્ આજ્ઞાનું ઉલ્લંધન કરી ન શકાય અને કાર્ય કરે, તો તેમાં હજારો ભૂલો થવાથી ભેદનો ઘડો એકદમ ફૂટી જવાની ભીતિ રહેતી હતી. વૃન્દમાલા તે એક સરળ માર્ગમાં ચાલનારી અને પેાતાની સ્વામિનીમાં દૃઢ ભક્તિ રાખનારી પરિચારિકા હતી. સ્વામિનિષ્ઠ અને પ્રામાણિક સેવક, એ દૃષ્ટિથી તેની યોગ્યતા ઘણી જ મોટી હતી; પરંતુ જે પ્રકારનું કાર્ય મુરાદેવીને કરવાનું હતું, તે કાર્ય માટે એ સર્વથા નિરુપયોગી હતી. એની ભોળાઈથી એ કાર્યમાં હાનિ થવાનો જ વિશેષ સંભવ હતો. એ બધું જાણીને જ ધૂર્ત મુરાદેવીએ એને પોતાના કામમાં ન લેવાનો અને પોતાનાં કારસ્થાનોનો ભેદ તેની આગળ ન ખોલવાનો વજ્ર સમાન દૃઢ નિશ્ચય કર્યો હતો.

એવી સ્થિતિમાં વૃન્દમાલાએ ઊપર કહેલા મુરાદેવીના ઉદ્દગારો સાંભળ્યા. એથી તેનું કોમલ અંતઃકરણ એકાએક કંપાયમાન થઈ ગયું, “શું મુરાદેવી પેાતાની પૂર્વ પ્રતિજ્ઞા પ્રમાણે રાજકુળનો વિધ્વંસ કરવાના ઉઘોગમાં લાગેલી છે? રાજાના પ્રેમને પાછો મેળવાનો હું પ્રયત્ન કરીશ, તેને મજબૂતીથી મારા મોહપાશમાં ફસાવીશ અને ત્યારપછી મારી ધારણા પ્રમાણે પ્રસંગ આવતાં તેનો નાશ કરીશ. એમ તે સુમાલ્યના રાજ્યાભિષેક સમયે કારાગૃહમાંથી છૂટી આવી ત્યારથી બક્યા કરતી હતી, તેને અદ્યાપિ એ વિસરી શકી નથી કે શું ? આજના એના શબ્દોથી તો એ વિષયનું એને વિસ્મરણ થયું હોય, એમ ભાસતું નથી. ત્યારે રાજકુળપર કોઈ ભયંકર આપત્તિ આવવાની જ કે શું ? ભગવાન વસુભૂતિના વચન પ્રમાણે ગૃહકલહથી જ આ પાટલિપુત્રનો નાશ તો નહિ થવાનો હોય એવા નાના પ્રકારના દુ:ખકારક વિચારોનો તેના મનમાં ઉદ્ભવ થતાં તે ત્યાંની ત્યાં જ સ્તબ્ધ બનીને પાષાણની પ્રતિમા પ્રમાણે નિશ્ચષ્ટ ઉભી હતી.

———₪₪₪₪——


પ્રકરણ ૧૧ મું.
ચાણકયનું કારસ્થાન.

મુરાદેવીએ પોતાના કપટનાટકનો પ્રથમ પ્રવેશ ભજવી બતાવ્યો, તે દિવસથી રાજાએ એવો નિશ્ચય કર્યો હતો કે, “ હવે મુરાવીનું અંતઃપુર છોડીને મારે બીજે kયાંય જવું નહિ. મુરાદેવી ખરેખર એકલીન કાંતા છે. આજે મારો એનામાં પ્રેમ હોવાથી દ્વેષી જનોએ