પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૧૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


ચાણક્ય એ પ્રમાણે બોલતો હતો, એટલામાં વૃન્દમાલા જે પ્રશંસાના પ્રવાહમાં તણાઈ ગઈ હતી, તે પોતાના જ્ઞાનરૂપી તીર તરફ પાછી વળી અને મુરાદેવીના ભાષણનાં જે છેલ્લાં વાક્યો તેણે સાંભળ્યાં હતાં, તે વિશે આ બ્રાહ્મણને પૂછતાં એ ખરું કહે છે કે નહિ? અથવા તો પોતે એમ સાંભળ્યું જ નથી, એવું પણ ઉત્તર આપે છે કે કેમ ? જોઈએ તો ખરાં, એવો મનોનિર્ધાર કરીને તે ચાણક્યને પૂછવા લાગી કે, “બ્રહ્મવર્ય ! આપ જે વેળાએ મુરાદેવીથી છૂટા પડ્યા, ત્યારે તમને તેણે છેલ્લા શબ્દો શા કહ્યા હતા, તે કૃપા કરીને કહેશો ? મેં એમાંના કેટલાક શબ્દો સાંભળ્યા હતા, અને તે સમયથી જ આપ મળો ત્યારે એ વિશે વાત કાઢવાનો મારો વિચાર હતો. હમણાં એવો પ્રસંગ મળ્યો છે, એટલે પૂછી લેવાનું હું વ્યાજબી ધારું છું. કાંઈ હરકત તો નથી ને?

“મુરાદેવીએ ? મુરાદેવીએ તો પોતાના બંધુને અને માતાને જે કાંઈ સંદેશો કહેવડાવવાનો હતો, તે વિશે જ કહ્યું હતું. કોઈ પોતાને પિયેર જવાને નીકળ્યું કે, સ્ત્રીઓ કેવા સંદેશા કહેવડાવે છે, તે તો તું જાણે જ છે એ સઘળું મારા તો ધ્યાનમાં પણ રહ્યું નથી. સરવાળે બધી વાતોનો સારાંશ એટલો જ હતો કે, હું હવે સારી રીતે સુખમાં છું. ગયાં સત્તર અઢાર વર્ષ સૂધી મને જે દુઃખ વેઠવું પડયું છે, તેનો બદલો હવે મને સારીરીતે મળતો જાય છે. માટે જ્યારે હવે આ સુખના દિવસો આવ્યા છે, તો તમે પણ આવીને તે જોઈ જાઓ. તમે ન જ આવી શકો, તો મારા ભત્રીજાને તો એકવાર મોકલો. એ જ તેનો સંદેશો હતો, એ વિના પોતાના પિયરના મનુષ્યને બીજું તે શું કહેવાનું હોય?” ચાણક્યે ગોળમટોળ ઉત્તર કહી સંભળાવ્યું.

“ના-ના” વૃન્દમાલા એકાએક બોલી. “એ સંદેશો નહિ. જો આવી સહાયતા મને મળે તો તો વધારે સારું, પણ જો એવી સહાયતા ન પણ મળે, તો પણ મારી પ્રતિજ્ઞા પ્રમાણે સમસ્ત કાર્યનું સુખદ પરિણામ લાવવાની મેં તો બધી તૈયારીઓ કરી જ રાખેલી છે. એવા અર્થમાં, તે જે કાંઈ પણ બોલી હતી, તે શું હતું - તે હું જાણવા માગું છું. તમે જ્યારે, જવાને તૈયાર થયા હતા, ત્યારે તેના મુખમાંથી નીકળેલા એ શબ્દ મારા સાંભળવામાં આવ્યા હતા.”

વૃન્દમાલાનાં એ વાકય સાંભળતાં જ ચાણક્ય જરાક ગભરાયો પરંતુ પોતાના એ ગભરાટને જાહેર ન કરતાં જાણે કાંઈ જ જાણ્યું ન હોયને ! તેવી રીતે પોતાના મન સાથે જ બબડતો કહેવા લાગ્યો કે, “મારી