પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૨૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

અપરાધ માટે જો તેમને કઠિન શિક્ષા આપવામાં આવે, તો તેમાં અન્યાય કર્યો, એમ કેમ કહેવાય? તેમ જ મારાજેવો એક સર્વથા પવિત્ર, વિદ્વાન અને ચતુર તેમ જ રાજાનો હિતૈષી બ્રાહ્મણ દ્વારપર આવીને આશીર્વાદ આપે, તેને પ્રથમ આશ્રય આપવાનું વચન આપીને પછી પોતાના ખુશામદીયા અને ભૂખે મરતા નીચ પંડિતોની વાતો સાંભળીને અપમાનપૂર્વક કાઢી મૂકે એવા નાલાયક રાજાને જો તે કર્મનિષ્ઠ, તપોનિષ્ઠ અને બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ શાપથી કે શર (બાણ) થી નષ્ટ કરવાને ઉદ્યકૃત થાય, તો તેમાં અન્યાય શો છે ?”

એવા નાના પ્રકારના વિચારો આર્ય ચાણક્યના મનમાં સમુદ્રલહરી પ્રમાણે ઊંચા ઊપડતા હતા અને પાછા નીચે પડતા હતા. જ્યારે એક છેવટનો વિચાર – પોતાવિશેનો વિચાર તેના મનમાં આવ્યો, ત્યારે તેની ચિત્તવૃત્તિ અને મુખચર્યા ઉભય અત્યંત ક્ષુબ્ધ મહાસાગર પ્રમાણે દેખાવા લાગી. જે દિવસે રાજસભામાં તેનું અપમાન થએલું હતું, તે દિવસનો વિલક્ષણ આદર્શ તેનાં નેત્રો સમક્ષ પ્રત્યક્ષ દેખાવ આપીને ઊભો રહ્યો. જાણે તે પોતે ઉદ્ધતતાથી રાજાની સભામાં પ્રવેશ કરીને રાજાને આશીર્વાદ આપતો ઊભો છે, અને તેની તે ઉદ્ધત મૂર્તિને જોઈને ચકિત, ક્રુદ્ધ અને ઉદ્વિગ્ન થએલા સર્વ પંડિતો તેની તરફ અાંખો કાઢી કાઢીને જોયા કરે છે - રાજાએ તેનો સત્કાર કરતાં જ તેમના કોપરુપી અગ્નિની જવાળા આકાશ પર્યન્ત પહોંચી ગએલી છે. એટલું જ નહિ પણ તે કોપે મત્સરનું સ્વરૂપ ધારણ કરેલું છે. એથી તેને ઘણો જ આનંદ થએલો છે અને રાજાની ગુણગ્રાહકતાની તે પ્રશંસા કરવાની ઇચ્છા કરે છે, એટલામાં સભામાંનો એક પંડિત ઉભો થાય છે અને પોતાની ચર્પટપંજરીનો આરંભ કરે છે. એ સાંભળીને તેના મનમાં પણ કોપનો અગ્નિ સળગી ઊઠે છે – એટલામાં તે સભા પંડિતના બોલવાને માન આપી રાજા તેનું અપમાન કરે છે, એથી તેના કોપની સીમા જ રહેતી નથી અને તેથી તેના મુખમાંથી શાપના શબ્દો જ નહિ, કિન્તુ કોપાગ્નિની જવાળા જ બહાર નીકળવા માંડે છે. તે ઘણા જ ઉદ્વિગ્ન મનથી રાજસભામાંથી જવા માંડે છે અને જતાં જતાં પોતાની ઘોર પ્રતિજ્ઞાનો ઉચ્ચાર કરતો જ જાય છે. એવો એ વિલક્ષણ આદર્શ અને પોતાની તે સમયની ભયંકર મૂર્તિ તેની દૃષ્ટિસમક્ષ સ્વરૂપ ધારીને ઉભાં રહ્યાં અને તે પોતે આ વેળાએ ક્યાં છે, શું કરે છે ઇત્યાદિનું ભાન ન રહેતાં તે કોપાવિષ્ટ બ્રાહ્મણ ઊઠીને એકદમ ઉભેા થયો અને ઘણા જ વેગથી ચાલતો મુખમાંથી “અરે મૂર્ખ ધનાનન્દ! તેં મારું અપમાન કર્યું છે કેમ ! તેં મારું અપમાન કર્યું તે એક દીર્ધદ્વેષી કાલસર્પના ફણા ઉપર જાણી જોઈને જ