પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૩૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧
ચાણક્યની સ્વગત વિચારણા.


“ના-ના-” રાજા વધારે અને વધારે નિષ્ઠુરતાનો ભાવ દેખાડીને બોલ્યો, “ આનો અપરાધ ક્ષમા કરવા જેવો નથી. બીજા કોઈની વસ્તુ એણે ચેારી હોત, તો મેં ક્ષમા પણ કરી હોત. પણ આ તો મારી જ વસ્તુ ચોરીને વળી જાણે શાહુકાર હોય તેમ મારી સામે જ આવીને ઊભો રહ્યો છે, એટલો બધો એ અવિવેકી અને ઉદ્ધત છે. માટે એને દંડ મળવો જ જોઈએ. મારી એને લગારે ભીતિ થઈ નહિ ? ચન્દ્રગુપ્ત ! બોલ-આના બચાવમાં તારે શું કહેવાનું છે!”

રાજાએ ચન્દ્રગુપ્તને જે સ્વરથી બોલાવ્યો, તે સ્વર ઘણો જ કર્કશ અને કઠોર હતો. એ સાંભળીને ચન્દ્રગુપ્ત પણ ગભરાઈ ગયો. રાજાએ ભવાં ઊંચાં ચઢાવ્યાં અને તેનાં નેત્રો પણ કોપ અને આશ્ચર્યથી વિસ્ફારિત થઈ ગયાં. મુરાદેવીએ ઘણા જ ગભરાટના ભાવથી “નહિ-નહિ-” એવો ઘણા જ દયામણા સ્વરથી પોકાર કર્યો. એ બન્નેની આવી દશા જોઈને રાજાને ઘણું જ હસવું આવ્યું અને તે તત્કાળ મુરાદેવીને શાંત પાડવાના હેતુથી બેાલ્યો, “અરે ગાંડી ! એક દર્પણ લઈ આવીને જો તો ખરી. તું તારું મુખ જો અને આ તારા ભત્રીજાનું મુખ પણ જો. એટલે મારા કહેવા પ્રમાણે મારી વસ્તુની ચોરી કરીને તે પોતાના મુખ પ્રદેશમાં ધારણ કરીને આવ્યો છે કે નહિ, એ તું જાણી શકીશ. તારા આ અલૌકિક સૌન્દર્યની એણે ચોરી કરી છે કે નહિ, તે તું જ તપાસી જો. તારા સૌન્દર્યનો સ્વામી કોણ વારુ? હું, ત્યારે એણે મારી વસ્તુ ચોરી કે નહિ? કેમ હવે એ ચોરીની સાબેતી માટે બીજા કોઈ પૂરાવાની જરૂર છે ખરી કે ? કેમ રે ચોર ! તું પોતાનો અપરાધ કબૂલે છે કે નહિ? તેં તારી ફોઈનું સૌન્દર્ય ચોર્યું છે કે નહિ?” એ સાંભળતાં જ મુરાદેવી એકદમ ખડખડ હસી પડી, ને જાણે એક મોટી વિપત્તિનું વાદળ ટળી ગયું હોય, તેવી રીતે છૂટકારાનો એક શ્વાસ લઈને કહેવા લાગી કે;–

“અરે બાઈ ! હું કેટલી બધી ગભરાઈ ગઈ મને તો ખરું જ ભાસ્યું કે, ચન્દ્રથી કાંઈપણ અપરાધ થઈ ગયો છે - છતાં પણ મારો ભત્રીજો એવું કામ કોઈ દિવસે પણ કરે નહિ, એવો મારો દૃઢ નિશ્ચય હતો. તથાપિ જ્યારે આપ ઘણી જ ગંભીરતાથી બોલવા લાગ્યા, ત્યારે તો ભયથી મારું શરીર થરથર કંપવા લાગ્યું, મને તો એમ જ થવા માંડ્યું કે, ભત્રીજાને આવ-બેસ એટલો પણ આવકાર આપ્યો નથી, એટલામાં આ વળી વિપત્તિ તે પરમેશ્વરે ક્યાંથી મોકલી?”

“પણ જો - હું કહું છું તેમ છે ખરું કે નહિ? મુરે ! આ પુરુષ છે, તેથી કાંઈક ફરક તો હોય જ - પણ તું જ્યારે એના વયની હતી અને પ્રથમ જ અહીં