તેવામાં તે બાળકના શિરે અકસ્માત્ આવનારું સંકટ તેના જોવામાં આવે, તે સમયે પોતાના બાળકના સંરક્ષણ માટે હવે શું કરવું અને શું ન કરવું એવા ગભરાટમાં તે પડી જાય છે; તેવી જ એ સમયે મુરાદેવીની અવસ્થા થએલી હતી. રાજા અને અપૂપ કરંડના મધ્યમાં પોતે બેસીને તેણે તે ઢાંકી મૂક્યો - એથી જાણે રાજા તેમાંના અપૂપનો સ્વાદ અવશ્ય લેવાને ઇચ્છતો હોય અને પોતે તેને અટકાવતી હોય – એવો ભાવ વ્યક્ત થતો હતો.
મુરાનું આવું સ્વરૂપ જોઈને રાજા ઘણો જ વિસ્મિત થઈ ગયો. “એ દગો દગો એવા શબ્દો શામાટે ઉચ્ચારતી હશે અને એણે દાસીને પોતાની શ્વેતાંબરી નામની માર્જારી લાવવાનું કહ્યું, એનું કારણ શું હશે ?” એમાંનું પ્રથમ તો રાજાના ધ્યાનમાં કાંઈપણ આવ્યું નહિ, એથી તેણે “ શું છે? શું છે?” એમ કહીને અનેક વાર રાણીને એ વિશે પૂછ્યું, પરંતુ એનું કાંઈપણ ઉત્તર ન આપતાં કોઈ એક ભ્રાંતચિત્ત અને ભ્રમિષ્ટ મનુષ્ય પ્રમાણે મુરાદેવી રાજાને પોતાના હસ્તથી મૌન ધારવાનો નિર્દેશ કરીને એક લક્ષથી તે અપૂપમાં દૃષ્ટિ રાખીને બેસી રહી હતી. એટલામાં મોકલેલી દાસી રાણીની આજ્ઞા પ્રમાણે શ્વેતાંબરી માર્જરીને લઈ આવી હાજર થઈ” એને લઈ આવી તે બહુ જ સારું કર્યું. ચાલ-લાવ એને અહીં.” મુરાદેવીએ તેને આવકાર આપીને હાસ્યપૂર્વક કહ્યું. તેણે માર્જરીને પોતા પાસે બેસાડી અને ત્યારપછી ઘણુ જ ખિન્નવદનથી કહ્યું કે, “ વત્સે શ્વેતાંબરિ ! આજ સૂધી તને દુધનું પાન કરાવીને મેં મહાપ્રેમથી તારું પાલન કરેલું છે - પણ આજે આ જ હાથે તને વિષનું પાન કરાવીને હું તારા પ્રાણ લેવાને તત્પર થએલી છું – સમજી કે ? આવ એમ કીધા વિના આ અપૂપમાં વિષનું મિશ્રણ છે કે નહિ, એનો પૂરો નિશ્ચય થાય તેમ નથી. માટે એ નિશ્ચય થવો જ જોઈએ કે જેથી હવે પછી સાવધ રહેવાનું અમારાથી જાણી શકાય.” એ ભાષણ જો કે હતું તો આત્મગત જેવું જ, પરંતુ તે કાંઈ તે ધીમેથી બોલતી ન હતી – સારી રીતે બીજાને સંભળાય તેમ જ બોલતી હતી. અર્થાત્ રાજાએ તેનું એ બેાલવું બરાબર સાંભળ્યું એટલામાં પોતાના હાથમાંના અપૂપના કટકાને મુરાએ માર્જરીના મુખ પાસે ધર્યો, પરંતુ ચમત્કાર કેવો, કે તે અપૂપને માત્ર સુંઘીને જ તે મૂક પ્રાણી દૂર થઈ ગયું ! તેણે અપૂપને જિહ્વાથી સ્પર્શ કર્યો નહિ અને તે દૂર જવા લાગી. એટલે વળી પણ મુરાદેવી તેને ઉદ્દેશીને કહેવા લાગી કે, “ હં - હં - શું, આમાં ઝેર છે, એ તું પણ સમજી ગઈ કે ? ના ના પણ તારા એટલા જ ચાળાથી મારી ખાત્રી થનારી નથી. તારું મોઢું ઊઘાડીને એને કકડો બળાત્કારે હું તેમાં નાંખીશ - કદાચિત્ તું તેને કાઢી નાંખવાનો યત્ન કરીશ, તો