તારા મોઢાને દાબી રાખીને એનો કિંચિદ્ ભાગ તો હું તને ગળાવીશ જ. એટલે તારી કેવી દશા થાય છે, તે પ્રત્યક્ષ દેખાઈ રહેશે.” એમ કહીને તત્કાળ તે માર્જારીના મુખમાં તેણે માલપુઆનો કડકો નાંખ્યો. માર્જારીએ પોતાના નખો બહાર કાઢ્યા અને પીઠને ઊંચી કરીને સંતાપથી પોતાની પૂછડી પછાડવા લાગી. પરંતુ દૃઢ નિશ્ચયવાળી મુરાએ એમાં બિલ્કુલ ધ્યાન આપ્યું નહિ, તેણે માર્જરીના મુખને સજ્જડ દબાવી રાખ્યું. માર્જારીએ નખપ્રહાર કરવાથી તેના કોમળ કરોમાંથી રક્તનો પ્રવાહ વહેવા લાગ્યો, છતાં મુરાએ તેના દાબેલા મુખને છોડ્યું તો નહિજ. રાજાએ તેને “આશું? આશું ? છોડી દે એને!” એમ ઘણી એ વાર કહ્યું, પરંતુ રાજાની આજ્ઞા પણ તેણે માની નહિ. તેણે તો તેનું મોટું જેમ દાબ્યું હતું તેમ દાબી જ રાખ્યું. પોતાના આગલા અને પાછલા પગોથી માર્જારીએ પોતાનું નખપ્રહારનું કાર્ય ચાલુ જ રાખ્યું હતું, તેથી કાંડાંથી તે ઠેઠ કોણીના ઉપરના ભાગ પર્યન્ત મુરાના બન્ને હાથો આખા લોહીલોહાણ થઈ ગયા હતા, પણ પોતાના એ દુ:ખનું પણ તેને ભાન હતું નહિ. તે માર્જારી જ્યારે તે અપૂપના કડકાથી છૂટેલી લાળના બે ઘૂંટડા પેટમાં ઉતારી ગઈ ત્યારે તત્કાળ મુરાદેવીએ પોતાના હાથમાંથી તેને છોડી દીધી. માર્જારી છૂટતાં જ પોતાના મુખમાંના અપૂપના કડકાને બહાર કાઢીને એકદમ ભાગવા લાગી; પરંતુ હજી તો પંદર વીસેક પગલાં દોડી હશે, એટલામાં તેને અંધારાં આવતાં ચક્કર ખાઈને તે ત્યાંની ત્યાં જ પટકાઈને શાંત થઈ ગઈ. વિષનું પરિણામ તેના શરીરમાં થવા માંડ્યું હોય એમ હવે પ્રત્યક્ષ દેખાયું અને તેથી મુરાદેવી ધનાનન્દને કહેવા લાગી કે, “જુએા - જુઓ - મહારાજ ! એનો શ્વાસ હવે કેવો રુંધાઈ ગયો છે? હવે થોડી જ વારમાં એ પ્રાણ છોડી દેશે, એમાં કાંઈ પણ શંકા જેવું નથી. આપ બેઠાબેઠા એ ચમત્કારને જોયા કરો. અપૂ૫માં આવા વિષની મેળવણી કરી તેને સુવર્ણ કરંડમાં ઘાલી તે મહારાજના ભક્ષણ માટે મોકલનારનું કાંતો સાહસ અવર્ણનીય અથવા મૌર્ખ્ય અચિન્ત્ય ! નહિ તો તે આવું કાર્ય કરી શકે નહિ. પરંતુ એવી ઘટનાઓનું પૂર્વે જ ભવિષ્ય જાણી રહેલી મુરાદેવી મહારાજના જીવરક્ષણ માટે નેત્રોમાં તૈલ અાંજીને દિનરાત જાગૃત બેઠેલી છે, એનું એ સાહસી મંડળને સ્મરણ થયું હોય એમ લાગતું નથી. જો તે આવી રીતે સાવધાન ન હોત, તો તો તેમની ઇચ્છા પ્રમાણે સર્વ કાર્યો ક્યારનાં યે થઈ ગયાં હોત ! જુઓ - મહારાજ ! આપનાં પટરાણી સુનંદાએ આપના માટે ઘણા જ પ્રેમથી મોકલેલા આ અપૂ૫ના કટકાથી આ મારી શ્વેતાંબરીની શી અવસ્થા થઈ છે, તે જુઓ ! અરેરે - આ તે કેવું હલાહલ વિષ! એનું આખું શરીર