પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૭૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

કરવી ન જોઈએ.” રાક્ષસ પોતાની જ ધડ કરે ગયો. એમાં પણ તેનો એક હેતુ હતો.

“જો આંખ મીચામણી કરીએ, તો જ ઘાત થાય ને ? પણ જો એને બદલે ચાર આંખો જાગૃત હોય, તો ઘાત કેવી રીતે થઈ શકે વારુ ?” રાજા બેાલ્યો.

“ત્યારે તે શત્રુ કોણ છે, એ પણ મહારાજ જાણતા જ હોવા જોઇએ, કેમ નહિ ?” રાક્ષસે ભેદ જાણી લેવાના હેતુથી એ પ્રશ્ન પૂછ્યો.

“હા - હા - હું તેને સારી રીતે જાણું છું - અને તું પણ તેને થોડા જ દિવસમાં જાણી શકીશ.” રાજાએ તેનું તેવું જ ઉત્તર આપ્યું.

“ત્યારે આપ વ્યર્થ વાટ શાની જોતા બેઠા છો ? જો સંશય આવતો હોય, તો સંશયથી પણ તેને દૂર કરી શકાય તેમ છે.” રાક્ષસે પોતાનો વિચાર દર્શાવ્યો.

“માત્ર સંશયને લીધે જ કોઈને શિક્ષા કરવાથી પરિણામ સારું આવતું નથી, એવો પણ મેં અનુભવ કરી લીધો છે. તેથી એકવાર જે ભૂલ થઈ ગઈ હોય, તેવી ભૂલ બીજી વાર મારા જ હાથે થવા ન પામે, એવી મારી ઇચ્છા છે. વળી જેણે અપરાધીને શિક્ષા કરવામાટે ઊતાવળ કરવી જેઈએ, તે જ વ્યક્તિ ઉતાવળ ન કરવા વિશે વારંવાર આગ્રહ કર્યા કરે છે અને તેથી જ હું નિરુપાય થઈ ગયો છું.” રાજાએ કહ્યું.

“જો મહારાજની આજ્ઞા હોય, તો આ સેવક, અપરાધીને અત્યારે જ દૂર કરી શકે તેમ છે.” રાક્ષસે પોતાની ઇચ્છા વ્યક્ત કરી.

“તે અપરાધી તમારાથી દૂર કરી શકાય, તેવો નથી. અસ્તુ; હવે એ વિષયને રહેવા દ્યો. અમાત્યરાજ ! મુરાથી વિયુક્ત થવાને મને ઘણો સમય થયો, માટે જે હવે વિશેષ અગત્યનું કાંઈ કાર્ય ન હોય, તો સુખેથી પધારો. મારા નિકટના મનુષ્યો જ મારા ઘાત માટે ઉદ્યુક્ત થએલા છે, એ વાત તમારે કાને પણ આવેલી છે, એ જાણીને પ્રિયા મુરાના મનમાં પણ સમાધાન થશે. એવા મોટા અને નિકટના અપરાધીને તેના અપરાધનો સર્વને નિશ્ચય થયા વિના કાંઈ પણ દંડ આપવો નહિ, એવો મુરાદેવીનો ઘણો જ આગ્રહ છે અને તેથી જ હું ઉતાવળ કરી નથી શકતો. અમાત્યરાજ ! એક વ્યર્થ અને નિર્મળ સંશયને વશ થઈ તમે નવરત્નની માળાને કાચના મણકાની માળા ધારી ખાડામાં નાંખી દીધી હતી. પણ તેનું ખરું મૂલ્ય હવે મારા જાણવામાં આવી ગયું છે. શિવ ! શિવ ! તમારા હાથે પણ કોઈ કોઈ વાર કેવા કેવા અનર્થો થઈ જાય છે ! મારા હસ્તે થએલા પ્રમાદને