આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વત્સલાભ.


વૃધ્ધોનું ઉપર્યુક્ત પરસ્પર સંભાષણ ચાલતું હતું, એટલામાં આપણા મુખ્ય વૃદ્ધ ગોપાલકની એક કન્યા દોડતી આવી અને પોતાના પિતાને ઉદ્દેશીને કહેવા લાગી, કે “બાપા, પેલી આપણી કપિલાના નવા વાછડાનો ક્યાંય પત્તો લાગતો નથી. આજે પહેલી જ વાર તે પોતાની માતા સાથે ચરવાને ગયો હતો; હવે ગાયને દોવાનો સમય થએલો છે; પણ તેનો શોધવા છતાં પત્તો નથી મળતો. વાછડો કેવો સુલક્ષણો અને નમાણો હતો, બાપા!”

કન્યાના એ અંતિમ શબ્દો અતિશય ગદ્‍ગદિત કંઠથી ઉચ્ચરાયલા હતા અને તેનાં નેત્રો પણ અશ્રુપૂર્ણ દેખાતાં હતાં. એ વૃદ્ધનો ગોઠો કાંઈ નાનો સૂનો નહોતો-અર્થાત તે ઘણો જ મોટો હતો. છતાં પણ જો તેમાંથી એક મેઢું માત્ર પણ ક્યાંય ખોવાઈ જાય, તો તે વૃદ્ધના હૃદયમાં અનિવાર્ય ખેદ થતો હતો. તેમાં પણ જે કપિલા ગાયનો વાછડો આજે ખેાવાયો હતો, તે ગાય પર અને તેના વાછરડા પર તો તેનો અતિશય પ્રેમ હતો. તે કાળમાં ઢોરોની અધિક સંખ્યા તેજ અધિક ધન મનાતું હતું અને તેમાં પણ પશુ સામુદ્રિક પ્રમાણે સર્વ સુલક્ષણ સંપન્ન કોઈ વત્સ અથવા તો ગાય જેની પાસે હોય, તે મહાન્ ભાગ્યશાળી, એવી જ લેાકેાની દૃઢ ભાવના હતી. જે વાછડો હાલમાં ખેાવાયો હતો તે એવોજ સુલક્ષણો હોવાથી તે ખોવાયા ની વાત સાંભળતાં જ તે વૃદ્ધ ગોવાળીયાનું મન એકાએક ઉદ્વિગ્ન થઈ ગયું અને તત્કાળ તે પોતાના સ્થાનપરથી ઊઠીને ઊભો થયો. ગ્રીક યવન લોકો ગરીબ બિચારા ગોવાળીયાઓનાં ઢોરોને કેવી રીતે ચોરી જાય છે, એ વિશે વાતચીત ચાલતી હતી, એટલામાં પોતાના જ એક સારા વાછડાના ગુમ થવાની ખબર મળી, એ તે ગોવાળિયાને એક મોટું દુશ્ચિન્હ જ ભાસ્યું. તેનો એવો જ નિશ્ચય થયો કે, “આજે ઢોરો ચરવા ગયાં હતાં, તે પાછાં ફરતી વેળાએ એ વાછડો પાછળ રહી જવાથી કોઈ યવન જ તેને લઈ ગયો હશે.” તેજ ક્ષણે તેણે નિર્દોષ પશુ બાળકનો શોધ કરવા માંડ્યો. “આપણા ઢોરો આજે ચરવાને ક્યાં સુધી ગયાં હતાં, સાથે ચારવા જનાર માણસની એ વાછડા પર ક્યાં સુધી નજર હતી, તેને બીજા કોણે કોણે ક્યાં સુધી જોયો હતો?” ઇત્યાદિ નાના પ્રકારના શોધો તેણે ચલાવ્યા. અંતે તેને એટલો ખુલાસો મળ્યો કે, શિખરે જતાં સુધી એ વાછડો હતો, પણ શિખરપરથી ઢોરોને નીચે લાવવામાં આવ્યાં, ત્યારથી તે જોવામાં નથી આવ્યો. એથી એ વાછડો ઉપર જ ક્યાંક અટકી બેઠેલો હોવો જોઈએ, એવો સર્વનો તર્ક થયો; પરંતુ માત્ર એવા તર્કથી જ નિરાશ થઈને બેસી રહેનારાઓમાંનો એ વૃદ્ધ ગોવાળિયો નહોતો. “એ ગોવત્સનો શોધ કરવા પૂર્વે હું અન્નનો આહાર