પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૨૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭
નિશ્ચય ચળી ગયો.

અને તેમાં જેની સહાયતા હતી, તે સર્વનાં નામ જણાવીને રાજાનાં ચરણોમાં પડી તેની ક્ષમા માગવી અને બીજે દિવસે તેને રાજસભામાં જવા ન દેવો, એવી તેની ઇચ્છા થઈ પરંતુ ત્વરિત જ એવો વિચાર પણ તેના મનમાં આવીને ઉભો રહ્યો કે, રાજા ક્ષમા કરશે કે નહિ, એનો શો નિશ્ચય? કદાચિત તે ભયંકર શિક્ષા જ આપે તો ? એમ ધારીને તે કહેવાનું તેણે માંડી વાળ્યું અને હવે રાજાને જતો અટકાવવા માટે શી યુક્તિ યોજવી, એનો જ તે વિચાર કરવા લાગી. તે “માત્ર એમ જ નથી.” એટલા જ શબ્દો ઉચ્ચારીને સ્તબ્ધ થઈ ગઈ તેની આવી સ્થિતિ જોઇને રાજાએ કહ્યું કે;– “માત્ર એમ જ નથી, તો બીજું શું છે ? વધારે કેમ બોલતી નથી ? અટકી કેમ ગઈ - વચમાં જ વાકયને તોડી કેમ નાંખ્યું ?”

“અમથું. મારાથી તો કારણ બતાવી શકાતું નથી, છતાં પણ એમ થયા કરે છે - કાલે - અરે હવે કાલ પણ શાનું? ઉષઃકાળ તો થવા આવ્યો - માટે આજે જ આપ ત્યાં ન જાઓ, તો વધારે સારું.” મુરાદેવી પૂર્વ પ્રમાણે જ બોલી.

“કારણ બતાવી શકાતું નથી એટલે? બતાવી શકાતું નથી કે બતાવવાની તારી ઇચ્છા નથી ? જો તારી ઇચ્છા હોય તો તે બતાવી શકાય તેમ છે. જોકે હું તો થોડે ઘણે અંશે એ કારણને જાણી પણ ચૂક્યો છું. તું કહેતી હોય, તો કહી સંભળાવું ?” રાજાએ વિનેાદથી કહ્યું.

મુરાએ કાંઈ પણ ઉત્તર આપ્યું નહિ - એટલે રાજા આગળ બેાલ્યો;–

“હું અહીંથી ગયો એટલે સદાને માટે ગયો - અર્થાત્ હું પાછો આવીશ નહિ, એવી તારા મનમાં ભીતિ થયા કરે છે, એ જ કારણ. તારી એ ભીતિને ભાંગી નાંખવા માટે જ હવે હું ખાસ જઇશ અને વેળાસર પાછો આવીશ. આવી શંકા તને ઘણા દિવસથી થયા કરે છે, એટલે આજના પ્રસંગનો લાભ લઈને મારે તારી એ શંકાનું નિરસન કરી નાંખવું જોઇએ. મારે હવે જવા માટેનો નિશ્ચય થઈ ચૂક્યો છે - હવે તું ગમે તેટલો પ્રયત્ન કરીશ, પણ હું તો જવા વિના રહેવાનો નથી જ. બસ - હવે વધારે કાંઈ પણ બોલીશ નહિ. ઉષાની મિષ્ટ નિદ્રાના સુખનો લાભ મને લેવા દે અને તું પણ સુઈ જા. વિશેષ વિવાદથી કાંઈ પણ લાભ થવાનો નથી.” રાજાએ પોતાના અનુમાન સાથે નિશ્ચય પણ વ્યક્ત કરી દેતાં કહ્યું.

એમ બોલીને રાજાએ તે જ ક્ષણે પાસું બદલ્યું અને તેવો જ તે ગાઢ નિદ્રામાં પડી ગયો. પ્રભાત થવામાં માત્ર અર્ધ પ્રકાર બાકી હતો. મુરાદેવીને કેમે કરતાં ઊંઘ આવી નહિ, તેણે સ્વસ્થતા મેળવવા માટે અનેક