પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૫૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭
પર્વતેશ્વર પકડાયો.

સૈનિકોએ શત્રુઓની પીઠ પકડી. અંતે શત્રુઓ હતાશ થઇને ચાલવામાં ધીમા પડ્યા, એટલે ચન્દ્રગુપ્તના સૈનિકોએ તેમને એકપછી એક કેદી કરવા માંડ્યા. થોડા જ વખતમાં ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણે મળીને પર્વતેશ્વરના સૈનિકોની મોટી સંખ્યાને પોતાના તાબામાં કરી લીધી. પરંતુ જ્યાં સુધી પર્વતેશ્વર પોતે પકડાય નહિ, ત્યાં સૂધી ચન્દ્રગુપ્તને સંતોષ થાય નહિ, એ સ્વાભાવિક હતું. એ કારણથી બાકીના સૈન્યના પ્રતિબંધનું કાર્ય ભાગુરાયણને સોંપીને ચન્દ્રગુપ્ત પોતે પર્વતેશ્વરને પકડવા માટે ધસ્યો. “એ રાજાને તું પકડી પાડીશ, તો પાટલિપુત્રના સિંહાસનપર તારી સ્થાપના થએલી જ તારે સમજવી અને પર્વતેશ્વરને પકડી લાવે, તો જ મને મોઢું બતાવજે, નહિ તો આવીશ નહિ.” એવી રીતે ચાણક્યે ચન્દ્રગુપ્તને ભાર મૂકીને કહ્યું હતું. અર્થાત્ એથી ચન્દ્રગુપ્તના હૃદયમાં વિચિત્ર શૈાર્ય ઉદ્દભવ્યું હતું.

અકસ્માત્ નન્દોનો સર્વથા નાશ થયો, તેમના વંશવૃક્ષનો એકપણ અંકુર રહ્યો નહિ, એવી સ્થિતિ જોઇને એકદમ ખળભળી ગએલા લોકો રાક્ષસવિશેના સંશયથી ગમે તેટલા સંતપ્ત થયા હોય, તોપણ ચન્દ્રગુપ્ત જેવા એક અજ્ઞાત રાજકુમારને તેઓ એકાએક સિંહાસને આરૂઢ થવા દેશે નહિ. માટે આ વેળાએ એના હસ્તે કોઈ અલૈાકિક કૃત્ય કરાવીને ત્યારપછી જ એને નગરમાં લાવવો જોઇએ. મગધદેશનો પૂર્ણવૈરી અને જે મગધદેશને જિતી લેવામાટે આવ્યો હતો, તે પર્વતેશ્વરને બંદીવાન કરીને પકડી લાવવો, એના જેવું તે અલૌકિક કૃત્ય બીજું શું હોઈ શકે ? એ જ કૃત્ય ચન્દ્રગુપ્તના હસ્તે કરાવવાના હેતુથી આટલા મોટા પર્વતેશ્વર જેવા રાજાને રાક્ષસના નામનાં ખોટાં પત્રો મોકલીને પાટલિપુત્રમાં લાવવાનો ચાણક્યે પ્રપંચ રચ્યો હતો અને તેથી ચન્દ્રગુપ્તને તેને પકડવા માટેની એવી કઠિનતમ આજ્ઞા આપી હતી. અંદરખાનેથી ભાગુરાયણની તો તેને સહાયતા હતી જ અને ચન્દ્રગુપ્તની મહત્ત્વાકાંક્ષા પણ પૂર્ણ ઉદીપ્ત થએલી હતી. એટલે તેણે પણ પોતાના શત્રુને પકડવામાટે પરાકાષ્ટાનો શ્રમ લીધો. અંતે મગધદેશની અને પર્વતેશ્વરના રાજ્યની સીમાના સંમેલનના સ્થાનથી થોડીક આણીબાજૂ ચન્દ્રગુપ્તે પર્વતેશ્વરને પકડ્યો અને બન્ને સૈન્યનું થોડીકવાર સારું યુદ્ધ થયું. એ ઝપાઝપીમાં ચન્દ્રગુપ્તે અત્યંત વિલક્ષણ શૈાર્ય તથા ચાતુર્ય બતાવીને પોતાના શત્રુનો પરાજય કર્યો અને તેને કેદ કરી લીધો. પર્વતેશ્વરે પુષ્કળ ખંડણી આપવાનું કબૂલ કર્યું, સંધિની માગણી કરી, પરંતુ વ્યર્થ ! તેને છોડી દેવો, એ ચન્દ્રગુપ્તને બિલકુલ ઇષ્ટ નહોતું. પોતાના ગુરુના ચરણ સમક્ષ પર્વતેશ્વરને પ્રથમ ગુરુદક્ષિણાના રૂપે લઈ જઈને ઊભો કરવાનો હતો. તેમ જ રાક્ષસને એમ દેખાડવાનું હતું કે, “પ્રપંચ કરીને જેણે નંદવંશનો સંહાર