ચલાવો.” જાણે રાક્ષસને તેણે જોયો જ ન હોય ને, તેવી રીતે તે પોતાનું કાર્ય ચલાવવા લાગ્યો.
રાક્ષસ તેના એ ભાષણ અને વર્તનના રહસ્યને લેશ માત્રપણ સમજી શક્યો નહિ. એટલામાં વળી એક બીજા કોલાહલનો ધ્વનિ તેના કાને પડ્યો, એટલે હવે અહીં વધારે વાર ખેાટી થવામાં કશો સાર નથી, એમ લાગવાથી આ બધો શો કોલાહલ છે, તે વિશે વિચાર કરતો કરતો તે ત્યાંથી ચાલ્યો ગયો. “ભાગુરાયણ શત્રુના પરાભવમાટે ઉદ્યુક્ત થએલો છે, એટલે વૃથા એનાથી ન ઝગડતાં હવે પછી શું કરવું એની વ્યવસ્થા કરવી જોઈએ. હાલ તો મહારાજાની શી દશા છે, તે જાણવું વધારે અગત્યનું છે. તે બહુધા હવે સભામંદિરમાં પહોંચી ગયા હશે. પર્વતેશ્વરની દુષ્ટતાની વાત સાંભળીને જો તેઓ પોતે શત્રુ પર ધસી ગયા હોય, તો ત્યાં જવું.” એવી મનમાં યોજના કરીને, પરંતુ ભાગુરાયણના ભાષણ અને વર્તનથી અત્યંત વિષણ્ણ થતો અમાત્ય રાક્ષસ સેનાપતિના સ્થાનમાંથી બહાર નીકળ્યો. બહાર નીકળતાં જ જ્યાં ત્યાં હાહાકાર કરતા લોકોના સમૂહો જીવ લઈને દોડતા તેની દૃષ્ટિએ પડ્યા. તેમના પરસ્પર બોલવાનો એટલો બધો ઘોંધાટ થએલેા હતો કે, કોણ શું બેાલે છે, એ બિલકુલ સમજી શકાતું નહોતું. વચવચમાંથી માત્ર રાક્ષસ નામનો ઉચ્ચાર થતો તેના સાંભળવામાં આવ્યેા. એટલામાં કોઈએ પાછળથી આવીને તેની કોણીને સ્પર્શ કર્યો. પાછું વાળીને જોતાં તેનો પ્રતિહારી તેની દૃષ્ટિએ પડ્યો. તેણે તત્કાળ વિનતિ કરીને કહ્યું કે,“અમાત્યરાજ ! આ વેળાએ આપ જો ક્યાંક છુપાઈ બેસો તો ઘણું સારું. મહારાજાના પ્રયાણસમારંભને જોવા માટે એકઠો થએલો જનસમૂહ આ થએલી ઘટનાથી ઘણો જ સંતપ્ત થઈ ગયો છે અને આપનું નામ લઈને જનો જે આવે તે યદ્વા તદ્વા બક્યા કરે છે. જ્યાં સુધી આપ કોઈના જોવામાં આવ્યા નથી, ત્યાં સુધી જીવ બચાવીને ચાલ્યા જવાનું શક્ય છે. નહિ તો એ છેડાયલા પ્રજાજનો શું કરશે અને શું નહિ, એનો નિયમ નથી. માટે સત્વર ચાલો.”
“મહારાજાની સવારી કયાં સુધી આવી છે ? સભામંદિર પર્યત પહોંચી નથી કે શું?” રાક્ષસે પૂછ્યું. તેના એ પ્રશ્નો સાંભળીને પ્રતિહારી તો સ્તબ્ધ જ થઈ ગયો. પુનઃ રાક્ષસે તેને એજ પ્રશ્નો પૂછ્યા. એટલે તે ધીમેથી કહેવા લાગ્યો કે, “ અમાત્યરાજ ! મહારાજાને આપે જ્યાં મોકલવાની વ્યવસ્થા કરી હતી, ત્યાં તેઓ પોતાના પુત્ર સહિત જઈ પહોંચ્યા છે, અને તેથી જ આપ મારા જેવા એક દીનના...”
“પ્રતિહારિન્ ! તું શું બકે છે ? તારા બોલવાનો ભાવાર્થ હું જરા પણ સમજી શકતો નથી, સંતપ્ત થએલા પ્રજાજનો મારા નામનો ઉચ્ચાર કરી