પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૫૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

યદ્વા તદ્વા બકે છે, તે શા માટે ? અને બનેલી ઘટનાને જોઈને, એટલે શું?” રાક્ષસે પૂછ્યું.

“ મહારાજાના............આપનાપર સર્વ જનોનો ક્રોધ.…”

“શું? તે કપટી મુરાદેવીના મોહપાશમાંથી મુક્ત કરીને મહારાજાને પુન: રાજ્યકાર્યભારમાં લગાડ્યા, તે માટે સર્વ જનોને મારાપર ક્રોધ થએલો છે? અરે ! તું આ શું બોલે છે? આ સમારંભના આનંદોત્સવમાં તેં મદિરાપાન હદથી ઉપરાંત તો કર્યું નથી ને? બોલ બોલ–સત્વર બોલ–નહિ તો......” રાક્ષસે વચમાં જ તેને બોલતો અટકાવીને આ ઉદ્દગારો કાઢ્યા.

“અમાત્યરાજ ! હું આપના પ્રાણ બચાવવામાટે બોલું છું, કૃપા કરી પ્રથમ અહીંથી નીકળી ચાલો. પછી હું આપને બધો વૃત્તાંત કહી સંભળાવીશ, આપેજ જો એ કાવત્રુ કર્યું હોય, તોપણ મારે આપનામાં સારો ભાવ હોવાથી જ હું મારા ઉપદેશને ધ્યાનમાં લેવાની આપને હાથ જોડીને વિનતિ કરું છું. માટે સત્વર કોઈપણ ગુપ્ત સ્થાને છુપાઈ રહેવા માટે ચાલો, નહિતો મહારાજાના આકસ્મિક થએલા ઘાતથી ખળભળેલા લોકો અવશ્ય આપના પ્રાણની હાનિ કરી નાખશે.” પ્રતિહારીએ પ્રાર્થના કરીને કહ્યું.

“ શું? મહારાજાનો આકસ્મિક ઘાત! કેવો ઘાત? કોનો ઘાત ? આ તું શું બેાલે છે? કાં તો તું ને કાં તો હું બન્નેમાંથી એકતો ભ્રમિષ્ટ થયો જ છે !” રાક્ષસે કહ્યું.

“ગમે તે ભ્રમિષ્ટ થયો હોય, પરંતુ આપ આપના પોતાના મંદિરમાં ન જતાં મારીસાથે આવી કોઈપણ બીજે સ્થળે છુપાઈ બેસો. ત્યાં હું આપને જે કાંઈ બન્યું છે, તે બધું કહી સંભળાવીશ.” પ્રતિહારીએ પાછી પોતાની જ વાત કરી.

“પણ તું આ બધું કહે છે શું ? હું મારા પોતાના મંદિરમાં ન જતાં બીજે સ્થળે છુપાઈ બેસું? શું હું ચોર છું ? કે મને ગાંડા બનાવી દેવાની તું યોજના કરે છે? પ્રતિહારિન્, તું મારો ઘણો જ જૂનો અને વિશ્વાસુ સેવક છે, માટે જ હું તને અત્યારે તરછોડી નથી નાખતો. છતાં પણ તારાપર અત્યારે મને ઘણો જ ગુસ્સો આવ્યો છે.” રાક્ષસે તેના બોલવાને તુચ્છકારી કાઢ્યું.

“અમાત્યરાજ ! અત્યારે આવા ભયંકર સમયે માર્ગ વચ્ચે હું આપને શું કહું ? જે ક્ષણ જાય છે, તે મૂલ્યવાન છે, અદ્યાપિ કોઈ આ બાજૂએ આવ્યું નથી. અમાત્યરાજ! જે ખાડામાં મહારાજા અને તેમના રાજપુત્રો પડ્યા તે ખાડો ખાસ આપે જ ખોદાવ્યો હતો અને તેમ કરવામાં આપનો