પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૬૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

અવશ્ય યદ્વા તદ્વા બકવાનો - કોપમાં પોતે શું કરવાનો છે એ પણ તે જણાવી દેવાનો, એવો ચાણક્યનો સોળે સોળ આના તર્ક હતો. એ તેની આત્મશ્લાધાની વાતો પોતાને કાને આવે તો તે વિશે વિચાર કરવાનું કાર્ય સુલભ થાય, એવી ધારણાથી જ ચાણક્યે ભાગુરાયણને રાક્ષસ પાસે જવાની આજ્ઞા કરી હતી.

પોતા વિશે રાક્ષસના મનમાં શું આવ્યું છે અને તેણે શા ઉદ્ગારો કાઢ્યા હતા, એમાંનું ભાગુરાયણને અદ્યાપિ કાંઈ પણ જણાયું નહોતું. જો તેને એ વિશેની કાંઈ પણ ખબર હોત, તો તેણે રાક્ષસ પાસે જવાનું કબૂલ કર્યું હોત કે નહિ, એની શંકા જ છે. પરંતુ હાલ તો ચાણક્યની આજ્ઞાને માન આપી ભાગુરાયણ રાક્ષસ કયાં મળશે, એનો શોધ કરતો ચાલ્યો.

બીજી તરફ રાક્ષસ હવે શું કરવું, એના વિચારમાં નિમગ્ન થયો હતો. પોતાના પક્ષનો કોઈ પણ મનુષ્ય રહ્યો હોય, એમ તેને દેખાયું નહિ. કારણ કે, રાજ્યમાં કોઈ પણ જંગી ફિતૂર થવાથી જ આ સર્વ પ્રચંડ કારસ્થાન થએલું હોવું જોઇએ, એ તે સ્પષ્ટતાથી જાણી ગયો હતો. અદ્યાપિ તે સઘળું કારસ્થાન શું હતું, તે એના જાણવામાં આવ્યું નહોતું; તથાપિ જ્યાં કાંઈપણ કારસ્થાનની શંકા થાય છે, ત્યાં સર્વત્ર અસત્યતા અને કપટનું જ સામ્રાજ્ય જોવામાં આવે છે, એવી શંકા આવવાથી રાક્ષસનું મન સર્વથા મૂંઝાઈ ગયું હતું. લોકોને પોતા વિશે શંકા કરતા જોઇને તો તેનો નિશ્ચય જ થઈ ગયો કે, કોઈએ આ કારસ્થાન ઘણી જ વિલક્ષણ રીતિથી અને ઘણા જ ચાતુર્યથી રચેલું હોવું જોઈએ, નહિ તો લોકોના મનમાં એકાએક આવો ભ્રમ આવી શકે નહિ. હવે તો એને પૂર્ણ રીતે શોધી કાઢ્યા વિના બીજો ઉપાય જ નથી. પણ હવે એનું કારણ જાણવું કેવી રીતે? એની કોઈ યુક્તિ તેના ધ્યાનમાં આવી શકી નહિ. પ્રતિહારીએ રાક્ષસને કહેલો વૃત્તાંત લોકદૃષ્ટિથી જેટલો બહાર સંભળાયો હતો તેટલો જ હતો. અંતસ્થ કારસ્થાનો શાં હતાં, તેની તો બિચારાને ક્યાંથી ખબર હોઈ શકે વારુ ? રાક્ષસ વિશે લોકોના મનમાં જે સંશય છે, તે વ્યર્થ છે, એવી તો પ્રતિહારીની ધારણા હતી. અમાત્ય પોતાના સ્વામીનો નાશ કરવાનો આવી રીતે કોઈ કાળે પણ પ્રવૃત્ત થાય નહિ, એવો તેનો સોળેસોળ આના નિશ્ચય હતો. કારણ કે રાક્ષસની સ્વામિનિષ્ઠા વિશે તેના મનમાં લેશ માત્ર પણ શંકા હતી નહિ. એ પ્રતિહારી વિના પોતાના વિશ્વાસમાં લેવા જેવો પુરુષ રાક્ષસને બીજો કોઈપણ દેખાયો નહિ, અને એ વેળાએ કોઈપણ વિશ્વાસપાત્ર મનુષ્યની આવશ્યકતા તો ઘણી જ હતી. અહીં ભાગુરાયણે તેની પાસે જવાની તૈયારી કરીને