પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૭૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૭
રાક્ષસની પ્રતિજ્ઞા.

અને તેથી નન્દોનો જે આ ઘાત થયો છે, તેને માટે અપરાધીઓને યોગ્ય શિક્ષા આપવાનો અધિકાર આપને જ છે. માટે આપે જ અધિકરણિકત્વનો સ્વીકાર કરીને ન્યાય આપવો જોઇએ, એવી અમારી ઇચ્છા છે, એમ થવાથી લોકોનાં કલુષિત થએલાં મનો પણ શુદ્ધ થશે અને ખરા અપરાધીઓ તથા પ્રપંચ કરનારા કોણ છે, એનો પણ ઊહાપોહ થઈ જવાથી સર્વ કાર્ય ઉત્તમ પ્રકારે પાર પડી જશે. સારાંશ કે, આ મહત્ત્વના કાર્યમાં આપે વિલંબ ન કરવો, એ જ અમારી પ્રાર્થના છે. આ વિનતિનો અનાદર કરશો તો તે સ્વામીના કાર્યનો અનાદર કરવા બરાબર ગણાશે. ઇતિ.”

એ પત્ર ત્વરિત રાક્ષસને પહોંચી જાય, એની પણ વ્યવસ્થા કરવામાં આવી. એ પત્ર ચન્દ્રગુપ્તે મોકલેલું છે, એમ જણાતાં જ પ્રથમ તો રાક્ષસે તેને ફાડી નાંખવાનો વિચાર કર્યો, પરંતુ પછીથી તેને વાંચતાં જ તે આશ્ચર્યચકિત થઈ ગયો. પર્વતેશ્વરને શિક્ષા કરવામાટે અને ખરા પ્રપંચીઓને શોધી કાઢી તેમનો પણ પરાજય કરવા માટે આપણને અધિકરણિકત્વ આપીને તે આવવાનું કહે છે, એવી વિગત વાંચવાથી તેના મનમાં આશ્ચર્ય થાય, એ સાહજિક હતું. તેને માત્ર આશ્ચર્ય થયું; એટલું જ નહિ, પણ તેની બુદ્ધિ જડભરત જેવી થઈ ગઈ. “જે આ અધિકરણિકત્વનો હું અત્યારે સ્વીકાર કરું છું, તો ચન્દ્રગુપ્તની સેવા કરવા જેવું અને તેને નન્દના સિંહાસને બેસાડવામાં અનુમતિ આપવા જેવું થાય છે; અને જો એનો અસ્વીકાર કરું છું, તો આ કાવત્રામાં મારો કાંઈ પણ હાથ હતો, તેથી જ અપરાધીઓને શિક્ષા આપવાના પ્રમુખત્વનો મેં અસ્વીકાર કર્યો, એવી ખોટી અફવા ઉડાવવાનો એમને ધારેલો અવસર હસ્તગત થશે. માટે જો હું એ અધિકારને સ્વીકાર કરીશ, તો પર્વતેશ્વરને આડાઅવળા પ્રશ્નને પૂછીને એ ત્રણ જણનો આ પ્રપંચમાં કેટલોક હાથ હતો, તે હું જાણી શકીશ અને પછીથી તે જગતને દેખાડી શકીશ. સારાંશ કે, હાલ તો એ પ્રમુખપદે વિરાજવું અને એમના ખોદેલા ખાડામાં એમને જ હોમી દેવા - એટલે કે મને આ અધિકાર આપવામાં જો તેમની કાંઈ પણ કુત્સિત બુદ્ધિ હશે, તો તે ઝટ દઇને જણાઈ રહેશે. એ વિના અત્યારે આપણાથી સ્વતંત્ર રીતે કાંઈ પણ થઈ શકે તેમ નથી. હવે આપણા પક્ષમાં રહ્યું છે કોણ, એ જ નથી સમજાતું. જો હું કોઇને મારો વિશ્વાસપાત્ર ધારીને મારું ગુપ્ત કાર્ય કરવાનું કહું, અને તે જઇને શત્રુને કહી દે, એટલે પછી રહ્યું શું? એના કરતાં તેમણે મને અધિકાર આપવાની યોજના કરેલી છે, તે અધિકારને સ્વીકારીને તેમના ટાંટિયા તેમના જ ગળામાં નાંખવા, એ વધારે સારું છે.” એવો પૂર્ણ વિચાર કરીને રાક્ષસે પોતાના પ્રતિહારી દ્વારા નિમ્નલિખિત