પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૭૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

થવાની વેળા આવી પહોંચી. રાક્ષસ સર્વથા સરળ અને એક માર્ગી પુરુષ હતો, તેથી “મારા પ્રપંચોના રહસ્યને તે કોઈ કાળે પણ જાણી શકશે નહિ.” એવો ચાણક્યને મૂળથી જ નિશ્ચય બંધાઈ ગયો હતો. ચાણક્ય આટલાં બધાં ગુપ્ત કારસ્થાનો કરતો હતો, તેનો રાક્ષસના મનમાં બિલ્કુલ સંશય ન આવ્યો. એ કોઈ બુભુક્ષિત બ્રાહ્મણ વ્યાધ રાજાના પુત્ર સાથે આવેલો છે, એટલી જ કલ્પના કરીને તે બેસી રહ્યો અને ભાગુરાયણ સેનાપતિ તેને ત્યાં આવતો જતો હોવાથી પોતે તેને બોલાવવાનું અનુચિત ધાર્યું, એ બધી વાતો ચાણક્યને માટે ઘણી જ શ્રેયસ્કર થઈ પડી. એથી તેને પરસ્પર ગમે તેવી વાતો કરવાને નિર્વિઘ્ન પ્રસંગ મળતો ગયો. સારાંશ કે, જે કાંઈ પણ અનુકૂલ સાધનો હતાં, તે સર્વે ચાણક્યને સરળતાથી મળી શક્યાં. હવે જો કાંઈ પણ કરવાનું હતું તો એટલું જ કે, રાક્ષસના અનુમોદનથી ચન્દ્રગુપ્તને સિંહાસને બેસાડીને રાક્ષસને તેનો અમાત્ય બનાવવો, અને ત્યાર પછી તેના જ હાથે એકવાર ગ્રીક યવનેાનો સારો પરાભવ કરાવીને તે યવનોને આ પવિત્ર આર્યાવર્તની ભૂમિમાંથી પાછા હાંકી કાઢવા. એટલું થયું એટલે તેની સર્વ ઇચ્છાઓ પૂરી થવા જેવું જ હતું જો એ કાર્ય થઈ રહે, તો પછી તેનો પુનઃ હિમાલયમાં જઇને પોતાના આશ્રમમાં તપશ્ચર્યા કરવાનો વિચાર જ નહિ, પણ નિશ્ચય થએલો હતો. રાક્ષસને હવે પોતાના પક્ષમાં લાવવા માટે દ્રવ્ય કિંવા અધિકારનો લાભ ઉપયોગી થઈ શકે, તેમ હતું નહિ. પોતાના સ્વામીના કુળનો જેણે વિધ્વંસ કર્યો છે, તેનાં કારસ્થાનોને ઊઘાડાં પાડીને લોકોમાં તેની ફજેતી કરવી અને તેને પોતાને હાથે જ દેહાંત દંડની શિક્ષા કરવી, એટલી જ રાક્ષસની ધારણા હતી. માટે એવો પ્રસંગ તેને આપવાનો લાભ બતાવવામાં આવે, તો જ તે વશ થઈ શકે એમ હતું. જો એમ ન થાય, તો બહાર પડવાને બદલે કોઈ પારકા રાજ્ય સાથે મળીને તે ચન્દ્રગુપ્તને ત્રાસ આપવાનો પ્રયત્ન કરે, એવો બહુધા સંભવ હતો. એટલા માટે કોઈ પણ પ્રયત્ને રાક્ષસને તો પોતાના પક્ષમાં લાવવો જ જોઈએ, એ સઘળા વિચારો કરીને પછી જ ચન્દ્રગુપ્તને હાથે તેણે રાક્ષસના નામનું પત્ર લખાવ્યું હતું અને તેની ધારણા પ્રમાણે રાક્ષસે તેની માગણીનો સ્વીકાર પણ કર્યો. પોતાની તપાસમાં પોતે જ અપરાધી તરીકે આગળ આવવાનું રાક્ષસને સ્વપ્ન પણ આવ્યું નહોતું. તેણે પોતે ન્યાયાધીશ બનીને ન્યાય કરવાનું કાર્ય માથે લીધા પછી બીજે જ દિવસે ન્યાયાસન સમક્ષ ન્યાય આપવાનું નક્કી કરવામાં આવ્યું અને રાક્ષસ ન્યાયાસને વિરાજવા માટે આવી પહોંચ્યો. ચન્દ્રગુપ્ત અને તેનો પરસ્પર