પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૮૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

થએલાં પત્ર એણે દેખાડ્યાં, છતાં તેમનો અસ્વીકાર કરે, તો લોકો કેમ માને ? કારણ કે, એ પત્ર પોતાનાં લખેલાં નથી, એમ સિદ્ધ કરવા માટે તેની પાસે બીજે કોઈ પૂરાવો હતો નહિ. આ સકંજામાંથી છૂટવાનો કોઈ પણ માર્ગ તેની દૃષ્ટિએ પડ્યો નહિ.” પર્વતેશ્વરનાં આ વચનો લોકોના સાંભળવામાં આવશે, ત્યારે તેઓ મારા માટે કેવો અભિપ્રાય બાંધશે ! મારી આજ સૂધીની કમાવેલી કીર્તિ સદાને માટે કલંકિત થઈ જવાની? સ્વામિનિષ્ઠ તરીકે મેળવેલું નામ એક ક્ષણમાં સ્વામિદ્રોહીના રૂપમાં ફેરવાઈ જશે!” એવા એવા એક બે નહિ, પણ હજારો વિચારો તેના મનમાં આવવા લાગ્યા. અંતે એ બધા વિચારોને દૂર કરીને અને આવું ચમત્કારિક સંકટ આવેલું છતાં પણ મનને શાંત કરીને તે ચન્દ્રગુપ્ત તથા ભાગુરાયણને સંબોધીને બોલ્યો કે, “કુમાર! આ પર્વતેશ્વર જ્યારે મને પણ એ પ્રપંચમાં ભાગ લેનાર જણાવે છે, અને મેં જ એને આ પુષ્પપુરીપર ચઢી આવવા માટેનાં પત્ર લખીને વિનતિ કરવાનું સિદ્ધ કરી બતાવે છે, તો મને પણ આરોપી ગણીને તમારે મારો પણ ન્યાય કરવો જોઈએ. પર્વતેશ્વર કહે છે તે ખરું છે - હવે મારે ન્યાયાસન પર બેસવું જોઇએ નહિ; કારણ કે, એમ કરવાથી ન્યાયાસન અપવિત્ર જ થવાનું. તમે આ પુષ્પપુરીનું આ શત્રુના પ્રહારથી સંરક્ષણ કર્યું છે, તે કારણથી સર્વના ત્રાતા માનીને લોકો તમને જ માન આપવાના. કુમાર ! જો તમે હવે આ મગધના સિંહાસન પર પણ બેસશો, તો પણ લોકો તમને રાજા તરીકે સ્વીકારવામાં કશો પણ વાંધો લેવાના નથી. એ બધું તો ઠીક, પણ હવે પર્વતેશ્વર સાથે મારો ન્યાય પણ તમારે કરવો જોઇએ. અર્થાત્ કોઈ ચતુર મનુષ્યને ન્યાયાધીશ નીમીને મારાપર રાજદ્રોહનો આરોપ મૂકો અને ન્યાય કરાવો. ન્યાય પ્રમાણે મને જે કાંઈ પણ શિક્ષા કરવામાં આવશે, તે ભોગવવાને હું તૈયાર છું. આજ સૂધીમાં મેં હજારો મનુષ્યોનો ન્યાય કરીને કેટલાકને દેહાંત દંડ સુધીની શિક્ષાઓ પણ આપેલી છે, તેને આધારે હું કહું છું કે, મારાપર સ્વામિઘાત, સ્વામિના કુલનો ઘાત અને મ્લેચ્છોને આશ્રય લઈને પોતાના સ્વામિનું રાજ્ય પર્વતેશ્વરને સોંપી દેવાનો એવી રીતે ત્રણ આરેાપો મૂકો. જો મારું દૈવ મને અનુકૂલ હશે, તે હું આ લાંચ્છનમાંથી બચી જઈશ, નહિ તો પોતાને જીવવા માટે અયોગ્ય ધારીને મારા અપવિત્ર શરીરના બંધનમાંથી મારા આત્માને મુક્તિ આપી દઈશ. ચાલો – મને આ ક્ષણે જ કારાગૃહમાં લઈ ચાલો.”

એમ કહીને રાક્ષસ ન્યાયાસન પરથી નીચે ઊતર્યો અને પર્વતેશ્વરથી થોડોક છેટે જઈને ઊભો રહ્યો. અત્યાર સુધીની તેની ક્ષુબ્ધ વૃત્તિ સર્વથા