આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

________________

૯૬ આત્માના આલાપ

'આ પગને ચરણસ્પર્શ કરવાને તું લાયક છે?' 'પહેલવહેલા આ ચરણને શોધી કાઢીને પુષ્પનો અર્ધ્ય આપનાર હું જ હતી...' 'હશે ! પરંતુ, જમીનદારને ખુશી કરનારાઓને જોઈને મને શરમ આવે છે...' 'આ ચરણને સ્પર્શ કરવાને અધિકાર ભલે મારા હાથને ન મળે; પરંતુ મારા મનથી આ ચરણોને સ્પર્શવાનો અધિકાર મને છે અને તેમ કરતાં તમે મને રોકી શકવાના નથી...' – અંધારામાં તેનો રડવાનો અવાજ કોઈ દેવી અત્યંત વિષાદપૂર્ણ રાગથી ગણગણતી હોય, એવો ભાસતો હતો. થોડો સમય કાંઈ પણ બોલ્યા વગર મૌન રહ્યા પછી રાજારામને સાડી લઈને મદુરમ તરફ ખસેડી. – હાથથી હાથમાં સાડી ન આપતાં આવી રીતે જમીન પર સાડી ખસેડી તેથી મદુરમના મનને અત્યંત દુઃખ થયું, પોતે આપેલું ગાદલું અને ઓશીકું પાથર્યાંં વગર તે જમીન પર સાદડી પાથરીને સૂઈ ગયો હતો એ પણ મદુરમે જોયું.

'મારા પર ગુસ્સે થાવ! ના નથી પાડતી. પરંતુ તે બદલ આમ જમીન પર સૂઈ રહો નહિ...'

રાજારામન કાંઈ બોલ્યો નહિ, મદુરમે ગાદલું લઈને સાદડી પર પાથર્યું. ઓશીકું મૂકીને બાજુમાં ઊભી રહી.

મદુરમને ગાદલું પાથરતાં તેણે રોકી નહિ. તેને ચૂપચાપ ઊભેલો જોઈ મદુરમનું મન દુભાયું. સંકોચ સાથે સાડી લઈને પાછી ફરી. 'સવારે મળીશ. ઊંઘી જજો' – જતાં જતાં તેણે કહ્યું ત્યારે તેને જવાબ પણ રાજારામનને આપ્યો નહિ. તેના ગયા પછી 'પોતે કારણ વગર તેનું મન દુભવ્યું છે' એ રાજારામનને સમજાયું. પરંતુ