આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૯ શેભે નહીં.' % “ધૃણાની સાથે તુરંપણું, ક્રોધની સાથે તિરસ્કાર, લૂંટફાટની સાથે ક્રોધ આવે છે. ઘણાથી નીચે ઊતરીને માણસ રાક્ષસ બને છે. કરુણાને પગલે પગલે માણસ દેવ બને છે. ' આવા તે અનેક વિચાર-મૌક્તિકો અહીં વેરાયાં છે. આમ તે આ કરુણતી કથા છે, પરંતુ કથાને કરુણાંત બના વતી નાયિકા મધુરમ સ્વયં ગાંધી મૂલ્યાનું પ્રતીક બને છે. પુણ્ય લોક વિભૂતિઓએ દાખવેલા આદર્શો કેવળ ચલણું નાણું બને છે. ત્યારે અંતે એ આદર્શો ઘસાઈ ગયેલાં નાણું જેવાં બની જાય છે. મદુરમના મૃત્યુમાં તે પ્રેમની પાવન ચંદન-ચિતાની ભભક છે, સુગંધ છે; તેમ છતાં ગાંધીજીએ દાખવેલા આદર્શી ચલણી નાણુ પેઠે વ્યવહારમાં આવતાં, તેનું પરિણામ શું આવે ? " ગુજરાતી ભાષામાં દક્ષિણ ભારતની આ વિખ્યાત નવલકથા ભાષાંતર પામી રહી છે ત્યારે અભ્યાસીઓ માટે અનેક બારીએ પણ તે ઉઘાડે છે. આપણું સ્વાતંત્ર્ય સંગ્રામના પડધા–પડદા ગુજરાત અને દક્ષિણ ભારતમાં કેવી રીતે વિભિન્ન છે? ગાંધીજીના આદશેનું વાવેતર ગુજરાતની ભૂમિ કરતા દક્ષિણ ભારતમાં કેવું થવા પામ્યું છે ? સ્વાતંત્ર્યના સંગ્રામની ભૂમિકા પ્રગટ કરતી મુનશી કૃત સ્વપ્નદષ્ટ , ૨. વ. દેસાઈની “પૂર્ણિમા', ગુણવંતરાય આચાર્યની ભસ્માંગના ' જેવી ગુજરાતી લેખકની રચનાઓનો દક્ષિણ ભારતની કૃતિઓ સાથે તુલનાત્મક અભ્યાસ પણ સાહિત્યમાં નવીન ક્ષિતિજ પ્રગટ કરે તેમ છે. આ નવલકથા “આત્માના આલાપ” આમ તે તમિળ ભાષામાં