આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૦૬ આત્માના આલાપ સ્થિતિમાં રાજારામનને રોકાઈ જવું પડયું. મિત્રના કહેવા મુજબ તેણે એ ભાઈને વાત કરીને વિદાય કર્યા. તે પણ સવારે આવવાનું કહીને ગયા. ગતિ પણ તે રાતે મેજૂર રોકાયે. - બીજે દિવસે સવારે મિત્રે કહ્યા મુજબ પતી ગયું. ઘર અને જમીનનું નવ હજારમાં નકકી કરી, બે હજાર રૂપિયા બાનાના લઈ, અઠવાડિયાની અંદર બાકીના રૂપિયા લઈ વેચાણ દસ્તાવેજ કરી આપવાનું બાનાખત રાજારામને લખી આપ્યું. પછી વિદાય લઈને તે મદુરે જવા તૈયાર થયે. આગલે દિવસે બપોરે મદુરેથી નીકળે ત્યારે મદુરમને કહ્યા વગર નીકળ્યું હતું, એ તેને યાદ આવ્યું. મધુરમ નાગ મંગલમ ગઈ ત્યારે તે સનીને મને જણાવવાનું કહીને ગઈ હતી તેમ મારે પણ સોનીને તેને જણાવવાનું કહીને જવું જોઈતું હતું. - “ કદાચ મારે મેલૂર જવાનું થાય ”સનીને કહેવાની ખાતર તેમના કાને વાત નાખીને તે આ છું. પરંતુ આ વાત મેં મધુરમને કહી છે કે કેમ, તેમ સોનીએ પૂછયું નહિ તેનું જ મને આશ્ચર્ય થાય છે. કદાચ મારું જવાનું તેમને અનિશ્ચિત લાગ્યું હશે અથવા તેઓ મને આમ પૂછશે તે મને ખેટું લાગશે એ વિચારથી પણ કદાચ પૂછયું નહિ હોય, ભલે સોનીએ પૂછયું ન હોય, પરંતુ સમય આવે બાજી સંભાળી લેવાની કુનેહ તેમનામાં છે; એ રાજારામન જાણતા હતા અને તેને ખાતરી હતી કે તેની મદુરમને બોલાવીને કહેવાના જ “રાજારામન બહારગામ ગયો છે. જતાં પહેલાં તને મળવા ઇરછ હતું, પરંતુ તેની પાસે એટલે સમય ન હોવાથી તેને મળી શક્યો નથી.’ આમ કહીને સનીએ વાત સંભાળી લીધી હશે તેની ખાતરી હોવાથી રાજા. રામન શાંત મને મદુરે પાછો ફર્યો. મેલૂરથી પાછા આવી સવારે અગિયાર વાગે રાજારામન વાંચના- લયનાં પગથિયાં ચઢતું હતું ત્યારે “ભાઈ ! એક મિનિટ, મારી વાત