આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નાના માલાપ ૧૧૩ નવ હજાર-આ સાથે કુલ મેં તને આપ્યા છે. અત્યાર સુધી ખર્ચેલા અને હવે પછી ખર્ચવાના પૈસા આમાંથી જ ખર્ચાવા જોઈએ. બરાબર, તમારી વાત સાથે હું સંમત છું. કોઈ પણ બાબ -તમાં હું તમારી વિરુદ્ધ નહિ જાઉ'. પરંતુ મને એક અધિકાર આપે છે દેશ માટે શ્રમ ઉઠાવવાનો અને ત્યાગ કરવાનો અધિકાર તમને છે તેમ તમારે માટે શ્રમ ઉઠાવવા અને ત્યાગ કરવાને અધિકાર મને મળવા જોઈએ. એક ત્યાગીએ બીજા ત્યાગીને ત્યાગ કરવાની અનુમતિ આપવી ઘટે. નહિતર એ ત્યાગ પિતાના સ્વાર્થ માટે છે, એમ લાગે. - તમે ગામ અને દેશ માટે ત્યાગ કરી છે. પરંતુ ગામ અને દેશ ન જાણે તેમ–કીર્તિની આશા રાખ્યા વગર શુદ્ધ અંતઃકરણથી હું તમારે માટે ત્યાગ કરું, એ માટે તમારે મને ને પાડવી જોઈએ નહિ. અને ના પાડે એ ગ્ય નથી, ધર્મ પણ નથી. મારા પર દયા કરીને હવે પછી હિસાબકિતાબની વાત કરશે નહિ.” સારું નહિ કરું, હવે ?...' તમે મને આપ્યા છે એના કરતાં વધારે પૈસા હું ખર્ચાશ. ભકતે પિતાને માટે આટલે જ ખર્ચ કરે એવો નિર્ણય લેવાનો દેવને અધિકાર નથી...' “નિર્ણય લેવાને ભલે અધિકાર મને ન હોય પરંતુ ચિંતા કરવાને તો મને અધિકાર છે ને, મદુરમ?” - “હું સ્ત્રી છું ત્યાં સુધી તમારે ચિંતા કરવાની ન હોય અને કરવા પણ નહિ દઉં.' - “બહુ સારી વાત કરી ! ભકતોની ચિંતા દેવ દૂર કરે છે, એવી વાતે મેં અત્યાર સુધી સાંભળી છે. પરંતુ દેવેની ચિંતા દૂર કરવાની વાત તે તારી પાસે જ હું સાંભળું છું, મધુરમ....!” – મદુરએ જવાબ આપવાને બદલે સ્મિત કર્યું. . . .