આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૧૩૩ એ તે અત્યારે બરાબર સમજી શક્યો. તેને વિશ્વાસ સંપાદન કરનાર નેતા જ દેશસેવા વધુ સારી રીતે કરી શકે છે, એ તે બરાબર સમજી શક્યો. એકની ભક્તિને સ્વીકાર કરે છે ત્યારે જ બીજાની ભક્તિ કરવાની લગની લાગે છે. મદુરમે તેની સેવા કરી. તેણે દેશની સેવા કરી. પ્રેમ પામેલ ઉત્સાહપૂર્વક વધુ પ્રેમને પ્રસાર કરી શકે છે, એનું ઉદાહરણ તેઓ બંને બન્યાં. પ્રેમભાવ દાખવનાર એક હેય કે અનેક–તે અને અંગીકાર કરનાર–બંને મળીને છૂપી રીતે એક સુખમય, પ્રેમમય દુનિયાનું બીજ વાવીને ઉછેરી શકે છે. દુનિયામાં છુપી રીતે ઉછેરવામાં આવેલો પ્રેમભાવ મેટા અને વધુ અગત્યને છે, તેને લાગ્યું. લાગ્યું. - બીજા વરસની શરૂઆતમાં કાકડિ ખાતે ભરાયેલા તમિળનાડુ કેંગ્રેસના અધિવેશનમાં ભાગ લઈને રાજારામન આવે ત્યારે મદુરમની મા ધનભાગ્યમ અસ્વસ્થ તબિયતને કારણે પથારીવશ હતી. કારૅકડિ આવેલ પ્રહદીશ્વરને તેની સાથે મદુરે આવ્યા. કોંગ્રેસના ધીર ગંભીર સત્યમૂર્તિની પ્રમુખ તરીકે અને કામરાજની મંત્રી તરીકે વરણી થઈ ત્યારે રાજારામન અને મદુરના સ્થાનિક કાર્યકરોએ ગૌરવ અનુભવ્યું. આ આનંદમાં અભિવૃદ્ધિ કરે એવા આશ્રમ સ્થાપવા માટેના વિચારને ફરી વિનિમય કરવા તે આવ્યા હતા. તે માટે જ રાજારામન તેમને મદુરે બોલાવી આવ્યું હતું. પરંતુ મધુરમની મા પથારીવશ હેવાથી તેઓ આશ્રમ અંગે વધુ ચર્ચા કરી શક્યા નહિ. મહાત્મા ગાંધીના આશીર્વાદ સાથે વૈદ્યનાથન અય્યરે શરૂ કરેલા મંદિર પ્રવેશના કાર્યક્રમ માટે તેના જેવા બીજા કાર્યકરોની માગણી કરી. મીનાક્ષી મંદિરના તે વખતના ટ્રસ્ટ્રી આર. એસ. નાયુડુએ તેમને સારે સહકાર આપ્યો. . બરાબર એ જ સમયે મહાત્મા ગાંધી વધુ સેવાશ્રમ સ્થાપવાના છે એ વાત સાંભળી ત્યારે પોતાના વિચારોને અમલમાં મૂકવા માટે