આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૧૧ સત્તા અને સ્વાર્થને તુચ્છ ગણનારા આ અંતિમ માનવીએ પણ આજે ભારતમાંથી વિદાય લીધી છે. એક અઠવાડિયા પહેલાં જ જનકલ્યાણમાં ઓતપ્રોત થઈ ગયેલા ગાંધીરામને સર્વોદય સેવાશ્રમમાંથી મેકલેલાં બે નિવેદને પ્રકાશિત કર્યા હતાં. તેમાંનું એક નિવેદન સત્યાગ્રહ અને અહિંસાની લડત આપીને વિજય મેળવનાર ચે વિયા અંગેનું હતું. ચેક દેશમાં ગાંધીવાદને વિજય એ શીર્ષક હેઠળ લખેલા નિવેદનમાં આક્રમણકારોની હાર થઈ અને આક્રમણને ભેગા થયેલાઓને વિજય થયો છે, એ પ્રતિપાદન કર્યું હતું. બીજું નિવેદન સમસ્ત ભારતમાં અગ્નિજ્વાળાની જેમ ફેલાઈ ગયેલી વિદ્યાથી–અશાંતિ અંગેનું હતું. આ બનાવથી દેશ કયા માર્ગે જઈ રહ્યો છે, તેને ઉલેખ કરીને તેમણે ચિંતા વ્યકત કરી હતી. - મનને વ્યથિત કરે તેવાં તેમનાં નિવેદનથી મને જે કાંઈ ડું ઘણું આશ્વાસન મળ્યું હતું, તે આશ્વાસન આજે અડધી રાતના સમયે મળેલ આ સમાચારથી હું ગુમાવી રહ્યો હોઉં, એવી મેં લાગણી અનુભવી. નાયુના સાદથી હું સભાન થ. કેમ સાહેબ... કાંઈ સમાચાર છે ?' - “છે. શહેરની આવૃત્તિમાં તે અવશ્ય આવવા જોઈએ. ગાંધીરામન ચાલ્યા ગયા. છેલ્લા તારના સમાચાર પછી બાકી રહેલી જગામાં આ સમાચાર છપાવવા જોઈએ.' નાયુડુના વદન પર મૂંઝવણ પથરાઈ ગઈ. “અત્યારે દેઢ વાગે છે ! ઓપરેટર માને ઘેર ચાલે. ગયે છે.' “ કાંઈ વાંધો નહિ, આ દશ-પંદર લીટી હું જ તૈયાર કરી નાખીશ.”