આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૯૪રના વરસની શરૂઆતમાં બંધ કરેલી “હરિજન' પત્રિકા મહાત્મા ગાંધીએ ફરી શરૂ કરી. ત્યાર પછી દિલ્હીમાં સ્ટેફર્ડ ક્રિસ સાથે તેમને વાટાઘાટે થઈ. વર્ધામાં મળેલી અખિલ હિંદ કાંગ્રેસની મહાસભામાં તેમણે પિતાના રાજકીય વારસદાર તરીકે જવાહરલાલ નહેરુને જાહેર કર્યા હરિજનના અંકમાં અંગ્રેજોએ ચાલ્યા જવું જોઈએએ ભાવ પ્રદ શિત કરતા મહાત્મા ગાંધીએ લેખ લખ્યા. અલાહાબાદમાં અખિલ ભારત કેંગ્રેસની સભામાં પાકિસ્તાનને સ્વીકાર કરવા અંગે રાજાએ મૂકેલ ઠરાવ ઊડી જવાથી તેમણે કાંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને કોંગ્રેસ સાથેના બધા સંબંધે સ્થગિત કરી નાખ્યા, કે ગ્રેસમાં કેટલાક ઉદ્દામવાદીઓ હતા તેઓ આ બનાવ પહેલાં જ સુભાષને માનતા હતા. ૧૯૩૯માં સુભાષ મદુરે આવ્યા ત્યારે “ફોરવર્ડ બ્લેક'નો સ્થાપના થઈ. તમિળનાડુના મુત્તરામલિંગમ દેવર તે પક્ષને ટેકે આપતા હતા. ૧૯૪૨ના ઑગષ્ટ મહિનાની ૮મી તારીખે અબુલકલામ આઝાદના પ્રમુખપણા હેઠળ ભરાયેલી અખિલ હિંદ કેંગ્રેસની મહાસભાની બેઠકે “અંગ્રેજે ચાલ્યા જાવ 'ને ઠરાવ. પસાર કર્યો. આ ઠરાવના પરિણામે સરકારે જુલમનો છૂટે દર મૂકી દીધો. મહાત્મા ગાંધી સાથે બધા જ નેતાઓની ધરપકડ કરીને જુદાં જુદાં સ્થળોએ તેમને પુરવામાં આવ્યા. કારોબારીના બધા જ સભ્યને પકડીને નજરકેદ રાખવામાં આવ્યા, કયા નેતાને ક્યાં