આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૩ “વ્યથિત મને જોઈ રહ્યા છે, એમ કહે.” – હેલે તેમને મળ્યો હતો તે યાદ આવતાં, એક નિઃશ્વાસ સાથે એ વિચારને હું દફનાવી દઉં છું. નાયુડુ સમાચાર લઈને ગયા પછી મને મશીન ચાલુ થયાને અવાજ આવે છે. તે અવાજ નાઈટ રિપોર્ટરના નસકારાના અવાજને ગળી જાતે લાગે છે. આજે શહેરની આવૃત્તિ મશીન પર પણ કલાક મોડી ચડશે. ડિલિવરીવાન બહાર આવીને ઊભી છે. સતત હનને અવાજ સંભળાય છે. ટાઈમકીપરને અંદર આવીને પારસલ વિભાગમાં મોટેથી બેલવાને અવાજ સંભળાય છે. હું મારી રજાને રિપેર્ટ લખી રહ્યો છું. મારે મદુરે જવું છે. દેશભક્ત મહાનુભાવની અંતિમયાત્રામાં સામેલ થવું છે. તેમની સાથે મારે છાપાના તંત્રી તરીકેના સંબંધ કરતાં અંગત પરિચય વધુ હતું. અંતનકટના એક સગાની અંતિમ વિધિમાં ભાગ લેવા જતો હોઉં તેવા મન સાથે હું જતે હતો. કેટલાંય વરસેથી તેઓ મારા ગુરુ અને મિત્રના સ્થાને છે.' વકીલને અભ્યાસ પૂરો કરીને રાજગે પાલનનું બી. એ. બી.. એલનું પાટિયું લટકાવીને કોર્ટનાં પગથિયાં ઘસવા કરતાં છાપાનું તંત્રી સ્થાન સંભાળીને દેશ અને સમાજનું ભલું કરી શકીશ” એવી સલાહ આપી મને આ ક્ષેત્રમાં મોકલનાર તે ગાંધીરામન જ હતા. કૌટુંબિક વ્યવહારમાં કે સામાજિક જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમને પૂછ્યા સિવાય હું કોઈ નિર્ણય લેતું ન હતું, કઈ પણ કાર્ય હાથ ધરતા ન હતે. આવા એક માર્ગદર્શકનું માર્ગદર્શન હવે મને મળવાનું નથી, એ વિચાર આવતા મને દુઃખ થાય છે. જેટલી સહજતાથી માણસ લાભને સ્વીકાર કરી શકે છે, એટલી જ સહજતાથી નુકસાન કબૂલી શકતું નથી. પા સદી કરતાં પણ વધુ સમયના મારા સાથી ચાલ્યા