આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭૬ આત્માના આલાપ કહી રાખ્યું હોય તેમ ચાલ્યાં ગયાં. એકલવાયાપણાએ મદુરમના મનને જર્જરિત કરી નાખ્યું. મારે ત્યાં આવીને રહેવા માટે મેં વિનંતી કરી. પણ એ વિનંતી તેણે સાંભળી નહિ. આશ્રમમાં આવીને રહેવા માટે પ્રહદીશ્વરન મામાએ ઘણું કહ્યું. તેમની વાત પણ તેણે કાને ધરી નહિ. એક નંબરની શેરીમાં આવેલી આવડી મોટી સૂની હવેલીમાં તે એકલી પડીને સંસાયા કરે એ દુઃખ અમારાથી જોવાયું નહિ.. - “મહેફીલની આવક બંધ થવાથી ઘર પર લીધેલા નાણાંનું વ્યાજ પણ તે ચૂકવી શકી નહિ. વાંચનાલયનું પણ બેત્રણ મહિને નાનું ભાડું ચઢી ગયું. મકાનમાલિક પહેલેથી ગુસ્સે તે હતો જ. તેને જસ્ટિશ પાર્ટીમાં રસ હતો. ભાડું ચૂકવી ન શકાવાથી પહેલાં વાંચનાલય ખાલી કરે, પછી બીજી વાત ” આવી તેણે બૂમબરાડા પાડ્યા. શું કરવું તે ન સુઝવાથી મદુરમ રડી પડી. મેં જઈને આશ્રમમાં આ વાત કરી. આ સમયે આશ્રમને પણ નાણાંની સખત તંગી હતી. પ્રહદીશ્વરનમામા અને મુત્તિલમ્પને આવી, ગમે તેમ કરી, ચઢેલું ભાડું ચૂકતે કરી વાંચનાલય ખાલી કર્યું. પુસ્તક અને સરસામાન આશ્રમમાં લઈ ગયા. જતી વખતે મદુરમને આશ્રમમાં માવવા માટે ઘણું કહ્યું. પણ મદુરમે ગણકાર્યું નહિ. વાચનાલય માટે થયેલી બેલાચાલીથી મારું મન મકાનમાલિક સાથે ખાટું થઈ ગયું હતું. આથી ગિલેટની દુકાન પણ ત્યાંથી ખાલી કરીને હું અહીંયાં લા. અહીં આવ્યા પછી, એક દિવસે મદુરમની તબિયત સારી નથી' એક નંબરની શેરીમાંથી એક માણસે આવીને જણાવ્યું, હું જઈને તેને મળે. તેનું શરીર નખાઈ ગયું હોઈ તે પથારીવશ હતી. તરત મેં આશ્રમમાં સમાચાર મોકલાવ્યા. આશ્રમમાંથી બધા આવ્યા. તેમણે મદુરમને ઘણું વિનંતી કરી, પણ તે એકની બે ને થઈ. વિદને ઘેર બેલા, વદે શરીર તપાસી ટી.બી. હેવાનું

  • *

1. ૨ -