આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૮૬ આત્માના આલાપ વગેરેનાં મરણના સમાચાર સાંભળ્યા ત્યારે તેણે અમરાવતી જેલમાં દીવાલને શૂન્ય નજરે જોઈને આંસુ સાર્યા હતાં. મેલુરની જેલમાં માને મરણના સમાચાર સાંભળ્યા ત્યારે તે રડયો હતે. આજે તેનું મન અવર્ણનીય દુઃખ અનુભવી રહ્યું હતું. તેની આંખ લેહીનાં આંસુ સારી રહી હોય એમ લાગતું હતું. મદરમની આંખે તેને નિહાળી રહી હતી. પથારીમાં ટેકવીને તેની તરફ પડખું ફરીને મધુરમ સૂઈ રહી હતી. તેની આંખમાંથી નીકળતાં આંસુ અને ચહેરા પર પથરાયેલી અસીમ શાંતિ જોઈને રાજારામન બેચેન બની ગયે. ક્યાં સુધી તે આમ ભીની આંખે બેસી રહ્યો છે તેને ખ્યાલ ન રહ્યો. સુકાઈ ગયેલો હાથ ઊંચો કરીને તેને ન રડવા માટે મદુરમે ઈશારો કર્યો. રાજારામને આંસુ લૂછી નાખ્યાં. પછી ઇશારાથી તેને “સવારે કાંઈ ખાધું છે કે નહિ” મદુરને પૂછયું. આમ મરણ પથારીએ પડી હોવા છતાં અસીમ પ્રેમ દાખવીને મદુરેમે પૂછયું ત્યારે તેના પ્રેમના ભાર નીચે પિતે દબાઈ રહ્યો હોય એવી લાગણી રાજારામને અનુભવી. આશ્રમને જમીન લખી આપી, ઘર ગીર મૂકીને અને દાગીના વેચીને પૈસાની મદદ કરી, આ બધું એક પછી એક જણાવીને રાજારામને વિલાપ કર્યો. “તારી આવી સ્થિતિ થવાનું કારણ હું પોતે જ છું” કહીને રાજારામને ક૯પાંત કરવું શરૂ કર્યું ત્યારે સ્નેહનતરતા શબ્દમાં ઠપકો આપતાં મહુરમે કહ્યું, તમે આવીને મારી પાસે બેઠા છો તેથી આનંદ અનુભવું છું અને એને લીધે જ મારે ગતપ્રાણુ પાછો આવ્યો છે. આ સમયે ‘તમે આવું બેલે એ કેમ ચાલે ? મારા પર દયા કરીને આવું બેલશે નહિ. આ એક એક શબ્દ ખાંસીને રેકતાં રોકતાં મધુરમ બેલી. તેને આ એકે એક શબ્દ થોડી વાર પહેલાં રાજારામનના ચરણ પર મૂકેલી ગુલાબની પાંખડી કરતાં વધુ મૃદુ રીતે રાજારામનના કર્ણમાં પડ્યો. રાજારામનનું શરીર આવું દૂબળું પડી જવા બદલ તેણે દુઃખ વ્યક્ત કર્યું

  • }

, ' " ' . ' તે જો . '