આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૮૭ તે સમયે જ પ્રહદીશ્વરન અને જમીનદારનાં પત્ની ઘરમાં આવ્યા. પ્રહદીશ્વરન આવતું હતું એ દિશામાં જઈને બેઠા થવાને પ્રયત્ન કરતાં મધુરમે હાથ જોડવા. પ્રહદીશ્વરન “બેઠા થવાનું નથી” એમ ઇશારાથી જણાવી મદુરમની પાસે આવ્યા. “આશ્રમ કે કેમ ચાલે છે ?' – પૂછવા માટે આશ્રમ....' એટલું મધુરમ બેલી ત્યાં તે ખાંસીએ આવીને તેને આગળ બોલતાં અટકાવી દીધી. તેને ન બોલવાનું જણાવીને પ્રહદીશ્વરને તેને સંતોષ થાય એ રીતે આશ્રમની વિગતે જણાવી. આ સાંભળીને મદુરમનું વદન ખીલી ઊઠયું.. ' “મહીં લાવીને રાજારામનને તેને સેપું છું. થોડા દિવસ અહીં જ તારી સાથે રહેવાની મેં તેને આજ્ઞા આપી છે. હવે તમારે જ. ઊઠીને બેઠા થવાનું છે, બહેન ! જલદી આપણું આશ્રમમાં આવીને રઘુપતિ રાઘવ” અને “વૈષ્ણવજન તે’ –એવું બધું તારે ગાવાનું છે. હવે દેશને આઝાદી મળશે એમ લાગે છે. પહેલું સ્વતંત્રતાનું ગીત તારે ગાવાનું છે. સ્વતંત્રતા આવતાં જ રાજારામનની પ્રતિજ્ઞા પણ પૂરી થાય છે. તમારાં લગ્ન પણ હું આશ્રમમાં જ ઊજવીશ.” રાજારામન તરફ નિર્દેશ કરીને સ્મિત કરતાં પ્રહદીશ્વરને કહ્યું. જવાબમાં તેને વદન પર હંમેશનું શરમાળ સ્મિત વીજળીના લીસે રાની જેમ ચમકીને અદશ્ય થઈ ગયું. સામાન્ય રીતે દાંત બહાર ન દેખાય તેમ મલકાઈને સ્મિત કરતી ગૃહિણી ભાગ્યે જ જોવા મળે છે. મધુરમના સ્મિતમાં વ્યક્ત થતે હદયને છુપે ભાવ જોઈને રાજરામન આશ્ચર્ય પામે. મહુરમને ખડખડાટ હસતાં રાજારામને કદી જોઈ નથી. આ પહેલાં ક્યારેક એકાદબે વખત દાંત દેખાય એ રીતે તે હસી હતી. પરંતુ એ દાંતની સુંદરતા, ચળકાટ અને આકર્ષણ જોઈને હર્ષોમિ અનુભવે એ પહેલાં અદશ્ય થઈ જતું, એ જે ખાસિયત તેનામાં હતી એ અત્યારે જોવા મળી. આ તેની સ્વાભાવિક