આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૫ મૂકવાની મારી ઈચ્છા છે, પરંતુ મારી એ ઈચ્છા અત્યાર સુધી ફળી નથી. સાત વરસ પહેલાં મદ્રાસમાં રાજાજી હેલમાં ગાંધીરામનની ષષ્ઠિપૂતિ ઉજવાઈ ત્યારે મેં તેમનું જીવનચરિત્ર લખીને પ્રસિદ્ધ કરવાને માટે વિચાર તેમની સમક્ષ રજૂ કર્યો. તેમણે સ્મિત કરી માથું ધુણાવ્યું. સંમતિ આપી નહિ. “મારા પર તને ભાવ હોવાને કારણે તું આ કાર્ય કરવા તૈયાર થયું છે, રાજુ ! માણસ દુનિયામાં જીવે છે ત્યાં સુધી તેનું જીવન પૂરું થતું નથી. જીવંત વ્યક્તિનું જીવનચરિત્ર લખાય ત્યારે સત્ય ઘટનાઓ કરતાં કપનાને વધુ પુષ્ટિ આપવામાં આવે છે. હું મારી રોજનીશી નિયમિત લખું છું. મારી હયાતીમાં મારું જીવન ચરિત્ર લખવાની તને ના પાડું છું, તેનાં બીજાં કારણે પણ છે. જે ભાવથી તું અને દેશ મારા ત્યાગને મૂલવવા ઈચ્છે છે તેમ હું પણ કેટલીય ન ભૂલી શકાય એવી વ્યક્તિઓને જાહેરમાં આભાર માનવા ઈચ્છતા નથી તેવી ઘણી વ્યક્તિઓ મારા હૃદયમાં સમાયેલી છે. જેમ તું અને મારા બીજા પ્રેમીજને મારો આભાર માને છે, તેનો મારે સ્વીકાર કરે અને સાથે સાથે વળતે મારે પણ એવા કેટલાકને આભાર માનવાનું છે. આ સાઠ વરસ કુટુંબકબીલાની મેહમાયા રાખ્યા વગર વિતાવ્યા બદલ તમે લેકો મને “દેશભક્ત સંન્યાસી' તરીકે ઓળખે છે અને મારી પ્રશંસા કરે છે. મને યુવાવસ્થામાં જ સંન્યાસી બનાવનાર એક ભારતમાતા જ નહતી; બીજી પણ એક હતી. આથી વધુ હું તને અત્યારે કહી શકતો નથી, એ માટે રાજુ, તું મને માફ કર. આ દેશમાં ગંગા અને હિમાલય છે ત્યાં સુધી ચિરંજીવ રહીને બધું જોવાની હું આકાંક્ષા સેવું છું, પરંતુ તે શક્ય નથી. એક દિવસ મારે પણ જવાનું છે. આ દેશને વધુ જોવાની આકાંક્ષાવાળા, મારા કરતાં વધુ ભાગ્યશાળી એવા