આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૬ આત્માના આલાપ હતી ને ? ફરી આમ કેમ ઊથલે ખાધો ?' – કારમાં ડોકટરે રાજારામનને પૂછ્યું. રાજારામને બધુ વિગત વાર જણાવ્યું તમારે તેને ગાવા દેવી જોઈતી ન હતી. મેં બહુ ઓછું, ક્યારેક જ વીણા વગાડવા જણાવ્યું હતું. તે પણ વધુ વગાડવાની નહિ એવી સ્પષ્ટ અને કડક સૂચના આપી હતી.” – રાજારામન ડૉકટરને કોઈ જવાબ આપી શક્યો નહિ. ડૉકટર અત્યંત ગુસ્સે થયા. રાજારામનની આંખે ભીની થઈ ગઈ. મનમાં કઈક સારાનરસા વિચારો ફરી ફરીને તેને આવવા લાગ્યા. ગળફામાં લેહી પડવું બંધ થયું હતું – સારો સુધારો થયે છે જાણીને મને આનંદ થયો હતો. ફરી આમ બની ગયું... ભગવાન જ બચાવે...” 1 “અત્યારે મારા ભગવાન તમે જ છે, ડોકટર !' – રાજા રામને વિનિત ભાવે કહ્યું. એક ડોકટરના પગે પડવાનું જ બાકી રહ્યું હતું. ડોક્ટરને બોલાવવા જતી વખતે અને બોલાવીને પાછા ફરતી વખતે – મુખ્ય સડક પરથી બૂમ પાડીએ તે પણું સંભળાય એટલે જ નજીક આશ્રમ હતું, છતાં ઉતાવળ અને રઘવાટને કારણે રાજારામન પ્રહદીશ્વરન અને બીજાઓને આ સમાચાર જણાવી શક્યો નહિ, એ અડધી રાતે ખાડામૈય્યાવાળા નાગમંગલમના માર્ગ પર જેટલો ઝડપે હંકારી શકાય એટલી ઝડપે કાર જતી હતી. ડોકટરે મૌન ધારણ કર્યું હતું. તેમની સાથે વધુ વાત કરવાથી તેઓ ગુસ્સે થશે, એમ જણાતું હતું. બોલ્યા વગર રાજારામન મૌન રહી શક્તો ન હતે. સમસ્ત દેવગણને તેણે મનમાં પ્રાર્થના કરી. | એક અનાથની જેમ તેનું મન નિરાધાર બનીને રડવા લાગ્યું. કાર ૫.

  • * *

... " ', '