આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મદુરમ મૃત્યુ પામી છે, એ વાત રાજારામન માની શકતો ન હતે. ઘડીએ ને પલકે તેનું વદન અને સ્મિત તેના મન ચક્ષુ સમક્ષ ખડાં થઈ જતાં. એ સુરીલા કંઠ તેના કર્ણમાં અવિરત ગુંજ્યા કરતો. મદુરમ એટલે માધુર્ય, તે હતી ત્યાં સુધી રાજારામનની દુનિયામાં માધુર્ય છલકાવતી રહી. તેને ગયા પછી રાજારામનની દુનિયા કડવી બની ગઈ. - “તારે મદુરામ સાથે એટલી જ લેણદેણ હતી. હવે રડવાને કાંઈ અર્થ ખરો ?' પ્રહદીશ્વરન રાજારામનને સમજાવતા. મધુરમ ઝૂટવાઈ ગઈ હતી એ બંગલામાં તેણે ચાર દિવસ મહા વેદનામાં વિતાવ્યા. તે ગાંડા જેવો બની ગયે. તેને માટે અનાજ હરામ થઈ ગયું. ખાધાપીધા વગરની તેની સ્થિતિ જોઈને પ્રહદીશ્વરને “સ્થાનફેર કરવાથી તેને જરા રાહત રહેશે” માન્યું. મુત્તિલપનને પણ આ જ અભિપ્રાય હેવાથી બંનેએ રાજારામનને આશ્રમમાં લઈ જવાનો નિર્ણય કર્યો. આશ્રમમાં જતાં પહેલાં, મદુરમે છેલ્લી બેલી પિતાને આપેલી વીણા રાજારામને સાથે લઈ લીધી. તેઓ જવા નીકળ્યા એ વખતે જમીનદારનાં પત્ની ભાંગી પડતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. બધાં શુભ આશયથી ભલું કરવા ઇરછતાં હર્તા, પરંતુ ભગવાનની ઈચ્છા બીજી જ હતી. તેની આગળ આપણું શું ચાલે એમ છે ? આપણું હાથની વાત નથી. દેશને આઝાદી મળે કે તરત એ બંનેને