આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૨૦૧ મહાત્મા ગાંધી પછી તેમના જેવા આત્મશુદ્ધિ અને સેવાની ભાવનાને પ્રાધાન્ય આપનાર નેતાઓ પેદા થશે કે કેમ એ પ્રશ્ન તેને મૂંઝવતો હતે. “કોઈ એકના પુણ્યના પ્રતાપે મહાત્મા ગાંધી આ દેશમાં જગ્યા છે. તેમનામાં વિશ્વાસ મૂકીને, તેમણે દાખવેલા સત્યાગ્રહમાં વિશ્વાસ મૂકીને રાષ્ટ્રિય યજ્ઞમાં ભાગ લેનારાં બધાં જ, તેઓ હયાત છે ત્યાં સુધી જ તેમને વંદન કરવા અને પૂજવા ગ્ય ગણશે. તેમની હયાતી નહિ હોય ત્યારે દેશમાં નેતાઓ તે રહેશે; પરંતુ આત્મશુદ્ધિ, સત્ય, કરણ અને પ્રેમની સાધનાને વિચાર કરનારા આ નેતાઓ હશે કે કેટલાક દિવસથી તેની અને પ્રહદીશ્વરનની વચ્ચે આ અંગે ચર્ચા થતી હતી. તારી વાત હું કબૂલ કરું છું, પરંતુ મહાત્મા ગાંધીજી જેવા આત્મશુદ્ધિમાં શ્રદ્ધા રાખીને કાર્ય કરનારા ન હય, સુભાષચંદ્ર બેઝ જે મનોબળ અને શારીરિક શક્તિમાં વિશ્વાસ મૂકીને કાર્ય કરનારા ન હોય, એવા હિંદને હું એક દિવસ પણ વિચાર કરી શકતા નથી, રાજા...” ' ' . - “ગીતાને ઉપદેશ કરવા શ્રીકૃષ્ણ અને સત્ય અને અહિંસાને માર્ગ બતાવવા માટે જ મહાત્મા ગાંધીએ આ ભૂમિમાં જન્મ લીધો હોય એમ લાગે છે...” “કારણ એ નથી, રાજા ! મહામુનિ જેવા ગાંધીજી અહંકાર અને હું પદને નાશ કર્યા પછી જ એક નિર્દેશ બાળક જેવા શુદ્ધ બનીને રાજકારણમાં પ્રવેશ્યા છે. આ દેશમાં મુનિઓના સમયમાં તપસ્યા કરવા માટે કડકપણે વ્રતનું પાલન થતું. એ પ્રકારનાં વતે અને નીતિનિયમેને રાજકારણ અને રાષ્ટ્રસેવામાં સ્વીકાર કરીને, એક સંન્યાસીનાં કપડાં ધારણ કરી, સંન્યાસીને આહાર લઈ અને સંન્યાસીનું જીવન જીવીને તેઓ આખા દેશમાં ફરે છે. અહંકારને નાશ કરીને, કઠોર તપસ્યાના માર્ગે રાજકારણમાં પ્રવેશનાર આવતી