આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૨૦૩ હિંદી પ્રચાર સભાના રજત જયંતી મહોત્સવના પ્રમુખ તરીકે મહાત્મા ગાંધી મદ્રાસ આવ્યા. પાછળથી તેઓ બ્રિટિશ પાર્લામેન્ટની દૂત સમિતિને પણ મળ્યા. મદ્રાસમાં મહાત્મા ગાંધીની પ્રાર્થના સભામાં લાખોની મેદની ભેગી થતી. હિંદી પ્રચાર સભાની પાસે જ્યાં તેમને ઉતારો હતા ત્યાં મેળો જામે હેય એવું વાતાવરણ હતું. તેમના દર્શન કરવા માટે, તેમની પ્રાર્થનામાં ભાગ લેવા માટે અને તેમનું પ્રવચન સાંભળવા માટે મદ્રાસનાં લેકેએ અને ઉત્સાહ દાખવ્યો હતા. એક સપ્તાહથી વધુ મદ્રાસમાં રહ્યા પછી, મીનાક્ષી માતાને મંદિર અને પળનિના મુરુગનનાં દર્શન કરવા મહાત્મા ગાંધી મદુરે આવ્યા. આ મહાપુરુષનાં પુનિત પગલાં સત્યસેવાશ્રમમાં થાય, એ માટે પ્રહદીશ્વરન અને રાજારામને અત્યંત પ્રયત્ન કર્યો. એક કલાક માટે તેઓ આશ્રમમાં પધારે એ માટે તેમને કાર્યક્રમ ઘડના રાઓને પાસે રજૂઆત કરી. પણ કાંઈ અર્થ સર્યો નહિ. મહાત્મા ગાંધીની મુસાફરીની વ્યવસ્થા કરનારા એલ. એન. પલસામીને પણ મળ્યા; પણ તેનું પરિણામ કાંઈ આવ્યું નહિ. મહાત્મા ગાંધીને કાર્યક્રમ નક્કી થઈ ગયેલા હોવાથી, તેમ જ સત્યસેવાશ્રમ મદુરથી એક કલાકના રસ્તે આવેલું હોવાથી, તેમણે ઘણે ઘણા પ્રયત્ન કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નહિ. છતાં મહાત્મા ગાંધીના દર્શન કરીને નમન કરવાનું અને તેમના શ્રીમુખે “આશ્રમ સારા વિકાસ સાધીને બીજાઓને લાભદાયી નીવડે એવા આશીર્વાદ મેળવવાનું સદ્ભાગ્ય તેઓને સાંપડયું. બધા જ ઉદ્યોગો યંત્રમય બનાવી દેવામાં આવે તો ગામડાંઓ ગરીબાઈના પંજામાં ભીંસાઈને નાશ પામે. રેટિયે, વણાટ જેવા ગૃહઉદ્યોગને વિકાસ થાય એ જાતને તમારા સત્યસેવાશ્રમે પરિશ્રમે ઉઠાવો જોઈએ. રાજારામનને મહાત્મા ગાંધીએ કહ્યું. તેણે એમ * કારતક સ્વામી ' ' , '