આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૧૦ આમાના આલાપ રાજારામનને નથી. “વેદકાળમાં મુનિવરેની આવશ્યકતા હતી ? નૂતન હિંદનું રક્ષણ કરવા માટે પોતાના સ્વાર્થને હેમી દેનારા તપ કરનાર મુનિવરોની આવશ્યકતા છે. આવામાં પહેલા અવતાર તરીકે ગાંધી છે. ગાંધીના અનુસંધાનમાં હજારો મુનિવરોની દેશને જરૂર છે. શંકરાચાર્યના અદ્વૈતવાદ, રામાનુજના વિશિષ્ટાદ્વૈતવાદ જેવો ગાંધીવાદ આવતી કાલના જીવનમાં એક આચાર બની જ જોઈએ. એ આચારના પ્રસારણ માટે હું મળીશ' – આઝાદીના દિવસે ઘણા મંથનને અંતે રાજારામને મનમાં પ્રતિજ્ઞા લીધી. ' ' ' ' . હિંદના છેલ્લા આવેલા વાઈસરોય લોર્ડ માઉન્ટ બેટન હિંદની પ્રજાની ઈચ્છાથી છેલલા ગવર્નર જનરલ થયા. એ જ સમયે ઝીન્ના પાકિસ્તાનના ગવર્નર જનરલ થયા. જવાહરલાલના નેતૃત્વ હેઠળ પ્રથમ પ્રધાનમંડળ રચાયું. અમુક પ્રાંતે સિવાય બીજા પ્રાંતમાં ગવર્નર, નિમાયા. ફરી હિંદુમુસ્લીમ હુલ્લડોએ માથું ઊંચકતા મહાત્મા ગાંધી ઉપવાસ પર ઊતર્યા. ઘણુની પ્રેમભરી વિનંતીને માન આપીને મહાત્મા ગાંધીએ પારણું કર્યા. બીજા વરસે જાન્યુઆરીમાં દિલ્હીમાં થયેલાં, હુલ્લડને વખોડી કાઢીને મહાત્મા ગાંધી ફરી ઉપવાસ પર ઊતર્યા, તેમના આ ઉપવાસ ગણતરીના દિવસે જ ચાલ્યા, બધા નેતાઓએ વચન આપવાથી તેમણે પારણા કર્યા. પ્રાર્થનાસભાઓ થવા લાગી. પ્રાર્થનાસભામાં લેકે મેદનીમાં એકઠાં થતાં. “વૈષ્ણવ જન તે” અને, * રઘુપતિ રાઘવ ધૂન લાખ લે કાના કાનમાં ગુંજવા લાગી. 1 જાન્યુઆરીની વીસમી તારીખે મહાત્મા ગાંધીની પ્રાર્થનાસભામાં બોમ્બ ફેકાયાના સમાચાર રાજારામને જાણ્યા. એ સમાચાર સાંભળ્યા. એ પળથી જ તે અને ત્યાગ કરીને બેસી ગયે, તેનું મન મુંઝાઈ