આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૭ ળાવા લાગ્યા. પૂર્વ તરફથી આવતા સમુદ્રને ઠંડા પવન ને સ્પર્શ કરતે હતે. “મધુરમાં કોઈ એક મોટી વ્યકિતનું અવસાન થયું છે. તેમની સ્મશાનયાત્રામાં ભાગ લેવા માટે પ્રધાને અને અગ્રગણ્ય વ્યકિતઓનાં નામ વેઈટિંગ લિસ્ટ પર છે. દિલ્હીના રાતના પ્લેનમાં બે નાયબ પ્રધાને, અને ચાર એમ.પી. આવે છે. સવારે ઊપડતાં મરના પ્લેનમાં તેમને માટે વ્યવસ્થા કરવાની છે. અહીંથી જનાર દશા વ્યકિતનાં નામ તે વેઇટિંગ લિરટ પર છે. શું કરવું તે સમજાતું નથી – કહી એરલાઈન્સના બુકિંગ કલા દિલગીરી વ્યકત કરી. ઘેર જઈને કારમાં જવાને મેં નિર્ણય કર્યો. કારમાં અગિયાર વાગે મદુરે પહોંચી જવાશે. મદુરેથી એક કલાકને રસ્તે છે. આમ બાર વાગે હું આશ્રમમાં હાઈશ. પછી ઑફિસમાં આવીને કેટલાંક વૃત્તાંત લખી મેજ પર મૂક્યાં. પછી ઘેર ફેન કર્યો. ઘણા સમય સુધી ઘંટડી રણકથા કરી. અને જાગૃતાવસ્થામાં પત્નીએ ફેન ઉપાડી વાત કરી. રામુ હોય તે તરત કાર લઈને અહીં આવવાનું કહે તાકીદે મદુરે જવું છે. – મોટા દીકરાને કાર સાથે આવવાનું પત્નીને કહ્યું. પછી ટેલિફેનનું રિસીવર મૂકીને મેં ઊંચું જોયું. મદુરે જવાના છે, સાહેબ? કાંઈ ખાસ સમાચાર છે ?” -આંખો ચોળતા સામે ઊભેલા નાઈટ રિપોર્ટરે પૂછયું. મેજ પર પડેલું પેપર લઈને મેં તેને બતાવ્યું અને કહ્યું, ‘મિસ્ટર નારાયણ સામી ! સવારે સંપર્ક અધિકારી આવે તો વી.આઈ.પી. સાથે સીટી રિપેર્ટરને મેકલીને બાકીની બધી વિગત લઈ આવવાનું મેં કહ્યું છે, એમ કહેજે. હવે ભવિષ્યમાં તમિળનાડુમાં આવી મહાન વ્યકિત જન્મશે નહિ કે મરશે પણ નહિ.” આ તમારે કહેવું પડે? ખરેખર તે મહાને.”