આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૨૨ આમાના આલાપ બાબતમાં ઊંડું ચિંતન કરવાનું કે શાંતિથી ચર્ચા કરીને સામાને સમજવા જેટલી ધીરજ ખોઈ બેઠા છીએ, બધાં જ સમયના વહેણમાં ખેંચાતા જાય છે. તકવાદીઓ, દેશદ્રોહીઓ અને સમાજદ્રોહીઓ ક્યાંક કઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થતાં તેમાંથી અગ્નિ પ્રગટાવીને પિતાની ખીચડી પકાવી લે છે. સામાજિક કાર્યોમાં ઓટ આવી છે. ગાંધીરામન મનથી ભાંગી પડ્યા છે. “માય કર્રી–પાસ્ટ ઍન્ડ પ્રેઝન્ટ' પુસ્તકને ત્રીજો ભાગ બહાર પડયો. ઓગણીસસે સડસઠ. સુધીની ચૂંટણીઓની પરિસ્થિતિના ઉલ્લેખને સમાવેશ તે ભાગમાં કરવામાં આવ્યા છે. હજારો માઈલના ક્ષેત્રફળને પ્રદેશ ચીને પચાવી પાડ્યાની વિગત વેધક રીતે તે પુસ્તકમાં રજૂ કરવામાં આવી હતી. પૈસા અને હેદ્દા માટે પક્ષપલટો કરનારની સખત ટીકા કરી છે. “ભણેલા અને સભ્ય ગણાતા માણસે પક્ષપલટે કરે, એ દેશને, મતદાતાઓને રમને ભારતના બંધારણને દ્રોહ કરવા બરા બર છે, ” જણાવીને અંતે તેમણે ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. એગણુસસે સડસઠ પછી દેશના ઘણાં રાજ્યમાં મિશ્ર સરકાર રચાઈ અને વારંવાર પ્રધાનમંડળમાં ફેરફાર થયા. દરરોજ પક્ષપલટા થવા લાગ્યા. વિદ્યાર્થીઓમાં દેલ અને ઉદ્યોગમાં અશાંતિ પ્રસરી. નિર્બળ દેશમાં યોગ્ય નેતાના અભાવે અશાંતિ અને ઉદ્વેગ વધ્યાં. હે પ્રભુ ! એક મહત્વપૂર્ણ પેઢી મે જોઈ લીધી. ચિંતાતુર ભવિષ્ય સામે દેખાય છે. મહાત્મા ગાંધીએ પિતાની કલ્પનાનું ભારત ઘડવા જે તનતોડ પરિશ્રમ કર્યો હતો એ ભારતને નિહાળને મારી આ લેહીનાં આંસુ સારે છે” એવી હૃદયદ્રાવક પ્રાર્થના કરવા ગાંધીરામનને દરરોજ નિયમ થઈ ગયા હતા. તેમના હૃદયને દુઃખા વધી ગયો હતો અને લડપ્રેશર વધ્યું હતું. દેશના નેતાઓ